શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : જિલ્લામાં થોડા સમય પહેલા આવેલ વાવણી લાયક વરસાદ બાદ ખેડુતોએ વાવણી તો કરી દીધી પરંતુ હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. મોધાદાટ બીયારણ અને ખાતરનો ખર્ચ પણ હાલ તો ખેડુતોને ભારે પડી રહ્યો છે. હજુ પણ જો વરસાદ ખેચાય તો ખેડુતોની હાલત કફોડી બની શકે તેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT માં આફતનો વરસાદ, અડધા શહેરમાં જળબંબાકારની સ્થિતિ


સાબરકાંઠા જીલ્લામાં કુલ ૨ લાખથી વધુ હેક્ટરની આસપાસ વાવેતર ખેડુતોએ કરી દીધેલ છે. જેમાં પહેલા આવેલ વાવણી લાયક વરસાદને લઈને ખેડુતોએ આ વાવેતર તો કર્યુ પરંતુ છેલ્લા ૧૫ થી વરસાદનુ એક ટીંપુય ન પડતા હાલ તો ખેડુતોના પાક સાથે ખેડુત પણ મુરઝાઈ રહ્યો છે. એક તો મગફળી કપાસ અને શાકભાજીના પાક પાછળ મોધીદાટ દવાઓ, બીયારણ અને ખાતરનો ઉપયોગ કર્યો તો સામે જીવાતે અને ફુગે પણ નુકશાન કર્યુ હતુ. હવે પાણીની ઉપણથી પાક હાલ તો મુરઝાઈ રહ્યો છે. ખેડુતોની પણ મુશ્કેલીઓ વધી રહી છે. મગફળીનુ વધુ વાવેતર આ વર્ષે વધારે થયું છે, જો કે આ વર્ષે વરસાદ ખેચાતા પાક હાલ તો સુકાઈ રહ્યો છે.


11 ભાષા જાણતા રવિ પુજારીની ક્રાઇમકુંડળી જાણી ચોંકી ઉઠશો, દાઉદને મારવા ગયો ડર લાગતા ફસકી ગયો


છેલ્લા સાત વર્ષની જુલાઈ માસમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે પડ્યો છે. જેમાં ૨૦૧૫ માં ૨૯.૩૯, ૨૦૧૬માં ૨૫.૮૯, ૨૦૧૭માં ૪૦.૭૭, ૨૦૧૮માં ૩૮.૦૭, ૨૦૧૯માં ૨૩.૮૯, ૨૦૨૦ માં ૨૨.૮૯ ટકા વરસાદ વરસ્યો છે, ત્યારે આ વર્ષે ૨૩ જુલાઈ સુધી સરેરાશ ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ચાલુ વર્ષે ૬  ઈંચ વરસાદ નોધાયો છે. જેમાં ૨૪ કલાકમાં વડાલીમા ૮ ઈંચ વરસાદને બાદ કરવામાં આવે તો બાકીના ૭ જિલ્લામાં સરેરાશ ૫ ઈંચ વરસાદ નોધાયો છે. જે પર્યાપ્ત નથી. હવે જો પાંચ દિવસની અંદર જો વરસાદ નહી પડે તો મગફળી અને કપાસનો પાક પણ નષ્ટ થઈ જાય તેવુ તો ખેડુતો માની રહ્યા છે. વરસાદની રાહ જોઈ રહ્યા છે પણ હાલ તો કુદરત પણ રુઠી છે અને વરસાદ પણ પડતો નથી. જેથી ખેડુતોની મુશ્કેલીઓ વધી છે.


રાશિ-નક્ષત્ર પ્રમાણે વૃક્ષ ઉગાડશો તો ઉઘડી જશે કિસ્મતના દ્વાર, થશે લાભ


આ વર્ષ જાણે કે ખેડુતો માટે ખરાબ હોય તેવુ લાગી રહ્યુ છે. વરસાદ વગર પાક સુકાઈ રહ્યો છે અને બીજી બાજુ ફુગ અનો જીવાતે પણ આક્રમણ કર્યુ છે. તો ખેડુતોએ હાલ તો કુત્રિમ વરસાદ એવા ફુવારા પણ શરૂ કર્યા છે. હજુ જો વરસાદ વધુ પાછો ખેચાશે તો ચોક્કસ પણે ખેડુતોની ખેતીમાં મોટા પાયે નુકશાન થાય તેમ છે. હવે તો માત્ર ખેડુતો કુદરતની આશાએ બેઠા છે અને વરસાદની રાહ પણ ખેડુતો જોઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube