આ ગુજરાતનું શું થશે? શિક્ષકો બાદ હવે આરોગ્યકર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો
બનાસકાંઠાના દાંતાના નવાવાસ અને કાંકરેજના કાકર પીએચસીમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવી રહેલા હાર્દિક સાવજ અને પ્રકાશ દેસાઈ નામના બંને કર્મીઓ છેલ્લા 1 વર્ષથી પોતાની ફરજ પર પહોંચ્યા નથી.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકો બાદ હવે ભુતીયા આરોગ્ય કર્મીઓ કે જે છેલ્લા 1 વર્ષથી પોતાની ફરજ પર ન આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. દાંતાના નવાવાસ અને કાંકરેજના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનીશીયન છેલ્લા 1 વર્ષથી પોતાની ફરજ પર ગેરહાજર રહી બેદરકારી દાખવાતા હોવાનું સામે આવતા હવે આરોગ્ય વિભાગે આવા કર્મીઓ સામે તપાસ હાથ ધરી છે.
નો ટેન્શન! આવી અંબાલાલની નવી આગાહી, એવું ના સમજતા કે ગુજરાતમાંથી વરસાદ ગયો, આ તો...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂતિયા કર્મીઓનું ભૂત ધુણ્યું છે. પહેલા કેટલાક શિક્ષકો અને હવે કેટલાક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ સામે બેદરકાર હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના દાંતાના નવાવાસ અને કાંકરેજના કાકર પીએચસીમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવી રહેલા હાર્દિક સાવજ અને પ્રકાશ દેસાઈ નામના બંને કર્મીઓ છેલ્લા 1 વર્ષથી પોતાની ફરજ પર પહોંચ્યા નથી. તંત્ર દ્વારા અનેક વાર આ કર્મીઓને પોતાની ફરજ પર હાજર રહેવા નોટિસ ફટાકર્યા બાદ પણ કર્મીઓ ફરજ પર હાજર થયા નથી અને તેને જ કારણે હવે આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચ્યો, 2 કર્મચારી બેભાન
જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કાકર પીએચસીના લેબ ટેકનીશીયન હાર્દિક સાવજ કે જે 2022 માં ગુજરાત સેવા પસંદગી મંડળમાં નિમણુંક પામ્યા હતા જે બાદ તેમને કાકર PHCમાં ફરજ સોપાઈ હતી, પરંતુ ટૂંકી ફરજ બજાવ્યા બાદ હાર્દિક સાવજ લાંબી રજા પર ઉતરી ગયો અને તે બાદ છેલ્લા 1 વર્ષથી ફરજ પર હાજર ન થતા તાલુકા અને જિલ્લા કક્ષાએથી નોટિસો પાઠવ્યા બાદ પણ આ કર્મી હાજર ન થયો અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી છે.
ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો શું કર્યા સૂચનો
તો બીજી તરફ દાંતાના નવાવાસ પીએચસીનો પ્રકાશ દેસાઈ પણ વર્ષ 1997માં પસંદગી પામ્યા બાદ ફરજ સાથે જોડાયો હતો. પરંતુ તે બાદ એક વર્ષ અગાઉ તેણે 90 દિવસની રજા માટે રિપોર્ટ મૂક્યો પરંતુ રજા ના મંજૂર થઈ અને તે બાદ પ્રકાશ દેસાઈએ પોતાનું સ્વૈચ્છિક રાજીનામુ મૂકી દીધું પરંતુ આરોગ્ય વિભાગે તેનું રાજીનામું ન સ્વીકાર્યું હોવા છતાં પણ છેલ્લા એક વર્ષથી પ્રકાશ દેસાઈ પોતાની ફરજ પર હાજર ન થઈ બેદરકારી દાખવી રહ્યો છે.
રાહુ-કેતુની ઉલટી ચાલથી સોનાની જેમ ચમકશે 4 જાતકોનું ભાગ્ય, 9 મહિના સુધી મળશે લાભ
જો કે આ બંને કર્મીઓના ફરજ બેદરકારીના મામલો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને બંને કર્મીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.