પિતાની વ્હાલસોઈ દિકરીએ જ ઘરમાં પ્રેમી સાથે પાડ્યું ખાતર; CCTV તપાસતા પગ નીચેથી જમીન સરકી!

સમગ્ર બનાવ તે બાબતે વાત કરવામાં આવે તો સગીરા બોપલના કલબ ઓ7 પાસે પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે ગયા સપ્ટેમ્બર માસમાં પહેલા લોકરની બીજી ચાવી ચોરી હતી અને ત્યારબાદ પ્રેમી ઋતુરાજ સિંહ વિરેન્દ્ર સિંહ ચાવડાને કહીને પોતાના જ ઘરમાં બંને એ મળીને આખા લોકરની ચોરી કરી હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ ઘરે ચોરીની ઘટનાને અંજામ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. બોપલ પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ
અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશનમાં એક અજીબ ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જે મામલે પોલીસે આરોપી સગીરા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર બનાવ તે બાબતે વાત કરવામાં આવે તો સગીરા બોપલના કલબ ઓ7 પાસે પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે ગયા સપ્ટેમ્બર માસમાં પહેલા લોકરની બીજી ચાવી ચોરી હતી અને ત્યારબાદ પ્રેમી ઋતુરાજ સિંહ વિરેન્દ્ર સિંહ ચાવડાને કહીને પોતાના જ ઘરમાં બંને એ મળીને આખા લોકરની ચોરી કરી હતી.
મહેસાણાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ
સગીરાના પિતાએ ફલેટમાં લાગેલા સીસીટીવી તપાસતા સીસીટીવી જોતા પગ તળ્યેથી જમીન ખસી જવા જેવી પરિસ્થિતિ થઈ હતી, કેમ કે સીસીટીવીમાં લોકર ચોરીને લઈ જતું અન્ય કોઈ નહિ પણ તેમની જ સગીર દીકરી હતી. ત્યારે પિતાએ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા અને તેનો પ્રેમી ઋતુરાજ સિંહ વિરેન્દ્ર સિંહ ચાવડા સાથે મળીને આ ચોરી ના ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે ધરપકડ બાદ બંનેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે હરવા-ફરવા અને મોજ શોખ પૂરા કરવા માટેથી પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કરી હતી.
ગુજરાતનો ટેબ્લો દેશમાં ફરી નંબર-1...પ્રજાસત્તાક પર્વની પરેડમાં સળંગ ત્રીજી જીત!
સગીર અને તેનો પ્રેમી ઋતુરાજ સિંહ વિરેન્દ્ર સિંહ ચાવડા બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ.12 માં અભ્યાસ કરે છે, જ્યારે યુવક સેલ્સમેન તરીકે કામ કરે છે. બાદ બંને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બાદ પ્રેમ થયો હતો. સમય જતા બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા પરંતુ બંનેને ફરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બંને મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો! અ'વાદમાં શિક્ષકે વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર
સપ્ટેમ્બર 2024માં સગીરા ના ઘરે થી જ લોકરની ચોરી કરી હતી, જેમાં સોના ચાંદીના દાગીના, પાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત, જીવતા કારતૂસ મળી કુલ 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી બાબતે સગીરાના ઘરે પરિવારજનોએ તપાસ કરી પરંતુ કોઈ ભાળ મળી નહીં, સીસીટીવી ફૂટેજ તપાસતા સમાગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ સિંહ વિરેન્દ્ર સિંહ ચાવડા નામના યુવકની ધરપકડ કરી છે.
ગુજરાતની બે મોટી ઘટના! મહેસાણા અને વડોદરામાં ભણતી યુવતીઓએ આણ્યો જિંદગીનો અંત
બોપલ પોલીસ ની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા ફરિયાદી પિતાની સવકી દીકરી છે. આરોપી સગીરા અને તેનાં પ્રેમી એ લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધુ હતું હતી. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અગાઉ સગીરા અને તેના પ્રેમીએ ચોરી કરી હતી કે કેમ કે તે અંગે તપાસ હાથ ઘરી છે.