બોટાદ નગરપાલિકામાં ભાજપનાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ રીતે પસંદગી પામ્યા
જિલ્લાની ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા આજે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર અને ઉપ્રમુખ તરીકે બુધાભાઈ પરમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગઢડા નગરપાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે. જેમા નગરપાલિકા પર છેલ્લા ૨૦ વર્ષથી ભાજપની સત્તા છે, ત્યારે ૨૦ સભ્યો ભાજપના છે અને ૮ સભ્યો કોંગ્રેસના છે ત્યારે પ્રથમ પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતાં આજે નગરપાલિકાના સભાખંડમા પ્રાંત અધિકારીની હાજરીમાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી.
બોટાદ: જિલ્લાની ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા આજે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર અને ઉપ્રમુખ તરીકે બુધાભાઈ પરમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગઢડા નગરપાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે. જેમા નગરપાલિકા પર છેલ્લા ૨૦ વર્ષથી ભાજપની સત્તા છે, ત્યારે ૨૦ સભ્યો ભાજપના છે અને ૮ સભ્યો કોંગ્રેસના છે ત્યારે પ્રથમ પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતાં આજે નગરપાલિકાના સભાખંડમા પ્રાંત અધિકારીની હાજરીમાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી.
જેમા ભાજપમાથી પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર અને ઉપ્રમુખ તરીકે બુધાભાઈ પરમારે ઉમેદવારી નોધાવી હતી. જયારે કોંગ્રેસ તરફથી કોઈપણ સભ્યોએ ઉમેદવારી ન કરતા પ્રાંત અધિકારીએ ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર તેમજ ઉપપ્રમુખ તરીકે બુધાભાઈ પરમાની બીન હરીફ વરણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ભારત માતાની જય બોલાવી સુત્રોચાર કરી પ્રમુખ અને ઉપપ્રમુખને મીઠા મોઢા કરાવી ફુલહાર કરવામા આવ્યા હતા. નગરપાલિકા પર મોટી સંખ્યામાં ટેકેદારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડા શહેરનો વધારેમાં વધારે વિકાસ થાય તેમ છેવાડાના વિસ્તારોમા બાકી રહેલા કામો ઝડફથી પૂણ કરવામા આવે તેમજ શહેરના તમામ લોકોને સાથે રાખી શહેરનો વધારેમાં વધારે વિકાસ કરવામા આવે. ભાજપના તમામ સભ્યો એ જે વિશ્વાસ મુકીને અમને પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપી છે. તમામ સભ્યોનો ગઢડા નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો.