અમદાવાદ: અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ગુજરાતમાં કુદકેને ભુસકે વધી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ પ્રયાસો છતા પણ પણ કોરોનાને નાથવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ 333 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે ગુજરાત કોરોનાનો કુલ આંકડો 5000ને પણ પાર પહોંચી ચુક્યો છે. ત્યારે આ કોરોનામાં કેટલાક સુપર સ્પ્રેડરને કારણે પણ કોરોના ફેલાઇ રહ્યો છે. અમદાવાદનાં ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણાના 22 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: પરપ્રાંતિય દંપત્તી બાળકનું અપહરણ કરીને ભાગ્યું, સુરત પાસે ઝડપાઇ ગયું

તંત્ર દ્વારા આ સુપર સ્પ્રેડર લોકોની યાદી બનાવીને તેના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટિન થવા માટેની અપીલ કરવામાં આવી છે. 22 જેટલા સુપર સ્પ્રેડર એક સાથે સામે આવતા પોલીસ, કોર્પોરેશન સહિતનું તંત્ર વિચારમાં મુકાયું છે. આ લોકો સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા છે. જેના કારણે હવે કેટલા લોકોનો અને કેવી રીતે સંપર્ક કરવો તે અંગે અવઢવ પેદા થઇ છે.


વડોદરા: કારેલીબાગમાં કબ્રસ્તાન બનાવવાની હિલચાલથી સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા રોડ, IOC રોડ, ન્યૂ સીજી રોડ પર પોતાી લારીઓ લગાવતા હતા. જેથી આ વિસ્તારનાં લોકોને હાલ તકેદારી રાખવા માટે હાલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વોર્ડમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં એકાએક વધારો આવી શકે છે. જેના કારણે તંત્રમાં ફરી એકવાર ચિંતાનો મોજુ પ્રસરી ચુક્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube