ગુજરાતના ચેરાપુંજીમાં આ ચોમાસે નાગરિકોને પરેશાની ન થાય તે માટે તડામાર તૈયારી
ચોમાસુ નજીક હોવાથી પ્રિ મોન્સૂન કામગીરી ઝડપી થાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ડિઝાસ્ટર અંતર્ગત આવતા તમામ વિભાગને જિલ્લા કલેકટરે તાકીદ રૂપે ઝડપી કામગીરી કરવા આદેશ કર્યા છે. વલસાડ જિલ્લો દેશનું બીજું ચેરાપૂંજી ગણવામાં આવે છે. જ્યાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ પડે છે.
વલસાડ : ચોમાસુ નજીક હોવાથી પ્રિ મોન્સૂન કામગીરી ઝડપી થાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ડિઝાસ્ટર અંતર્ગત આવતા તમામ વિભાગને જિલ્લા કલેકટરે તાકીદ રૂપે ઝડપી કામગીરી કરવા આદેશ કર્યા છે. વલસાડ જિલ્લો દેશનું બીજું ચેરાપૂંજી ગણવામાં આવે છે. જ્યાં 100 ટકા કરતા પણ વધારે વરસાદ પડે છે.
AMUL હવે દેશના નાગરિકોના રસોડે ઓર્ગેનિક ભોજનની ચિંતા કરશે, શરૂ કરી તૈયારી
100 ટકા વરસાદ પડવાના કારણે નદીઓ નાળાઓ છલકાઈ ઉઠે છે. શહેરોમાં ગટરો ઓવરફ્લો થવાને કારણે પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ છે. જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આવનાર ચોમાસામાં લોકોને હાલાકી ન થાય તે માટે ઝડપી કામગીરી કરવા આદેશ કરાયા છે. હાલ તો જિલ્લાની 5 જેટલી નગર પાલિકામાં પ્રિ-મોંન્સુન કામગીરી ચાલી રહી છે.
GUJARAT CORONA UPDATE: 37 નવા કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
જે વહેલી તકે થાય તેમજ જિલ્લાના તાલુકાઓમાં પણ કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી જિલ્લા કલેકટરે ડિઝાસ્ટરને લઈ તમામ અધિકારીઓને આદેશ અપાયા છે. સાથે સાથે નદી પર પુર પહેલા એલર્ટ કરી શકાય તેવી અરલીવોર્નીગ સિસ્ટમની પણ કામગીરી થઈ છે. તેમજ જિલ્લા કલેકટરે ગામડાઓમાં નાના કોઝવે પર જોખમી રીતે પસાર ન થવા અપીલ કરાઇ છે અને લોકોને વહીવટી તંત્રની કામગીરીમાં સહકાર આપવા પણ વિનંતી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube