દમણમાં ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ કહ્યું યુદ્ધની સ્થિતિ છતા પણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે
કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે છે. જ્યાં તેઓએ દમણમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નાનકડા સંઘ પ્રદેશની પ્રથમ વખત મુલાકાતે આવેલા પિયુષ ગોયલે પ્રદેશની સ્વચ્છતા અને વિકાસના વખાણ કર્યા હતા.
નિલેશ જોશી/ દમણ : કેન્દ્રિય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આજે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની મુલાકાતે છે. જ્યાં તેઓએ દમણમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ ભાજપના કાર્યાલય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નાનકડા સંઘ પ્રદેશની પ્રથમ વખત મુલાકાતે આવેલા પિયુષ ગોયલે પ્રદેશની સ્વચ્છતા અને વિકાસના વખાણ કર્યા હતા.
કચ્છમાં અનોખો હિંદુ મુસ્લિમ એકતા દર્શાવતો મેળો, જેમાં સાથે બેસીને ભોજન કરે છે
કાર્યક્રમના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલના હસ્તે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થીત લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ આવનાર સમયમાં આ નાનકડા પ્રદેશના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અને આવનાર પ્રયાસો અંગે પણ વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ કક્ષાએ ઉધોગોને અસર થઈ રહી છે. જેની સીધી કે આડકતરી અસર ભારતમાં પણ થઈ રહી છે.
કોરોના ફરી આવી ગયો? અમદાવાદમાં અહીં પરમ દિવસે 1 કેસ આવ્યો આજે સીધા જ 16 કેસ
આજે દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સાથેની વાતમાં યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉદ્યોગોને થઈ રહેલી અસર વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એ જણાવ્યું કે સમગ્ર વિશ્વના ઉદ્યોગોને યુધ્ધની અસર થઈ રહી છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભારતે વિશ્વના અન્ય દેશો સાથે રેકોર્ડ બ્રેક વ્યાપાર કર્યો છે. દેશમાં પ્રવર્તી શાંતિ અને ઉદ્યોગોના સાનુકુળ વાતાવરણના કારણે વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં પોતાના ઉદ્યોગો સ્થાપવા તલપાપડ હોવાની પણ વાત ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે પોતાના સંબોધનમાં કરી હતી. આમ સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ દેશમાં સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો ની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube