ગીર સોમનાથ જિલ્લામાં રેલવે તંત્ર અચાનક દોડતું થયું, 1200 વિઘા જમીન સંપાદન થશે
જિલ્લામાં આવેલા 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રલવેના જીએમએ ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદન થવાની છે. ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ રેલવે લાઇનને કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તેવો ભય છે.
હેમલ ભટ્ટ/ગીરસોમનાથ : જિલ્લામાં આવેલા 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રલવેના જીએમએ ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદન થવાની છે. ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ રેલવે લાઇનને કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તેવો ભય છે.
બનાસકાંઠામાં બનેવીએ ગાડી ઠોકીને પોતાના સાળાને મારી નાખવાનો પ્રયાસ કર્યો
દિવસે ને દિવસે વધતા જતા વિરોધના પગલે ખેડૂતો સાથે ચર્ચા કરવા વેસ્ટર્ન રેલ્વેના જી.એમ આલોક કંચન સોમનાથ પહોચ્યા હતા. ત્યારે જીલ્લાના 4 મહાકાય ખાનગી ઉધ્યોગો માટે સોમનાથ કોડીનાર નવી બ્રોડગેજ રેલ લાઈન બાબતે ખેડૂતોએ જી.એમ. સાથે મુલાકાત કરીને તેમને ખેતીને થનાર નુકશાન અને આ બ્રોડગેજ લાઇનના વિકલ્પ બાબતે સમજાવ્યા હતા. તાલાલા મીટરગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજ બનાવીને કોડીનાર સુધી લઈ જવામાં આવે તો ઓછામાં ઓછા ખર્ચે અને ખેડૂતોની જમીન અધિગ્રહણ કર્યા વગર સરકાર નો પ્રોજેકટ પર પડે તેમ છે. તેવી માહિતી ખેડૂતોએ રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપી હતી. ત્યારે સરકાર આ બાબતે યોગ્ય વિચાર કરીને ખેડૂતોનું હિત ધ્યાને રાખીને નિર્ણય કરશે તેવું પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજરે જણાવ્યું હતું. સાથેજ સોમનાથ હરિદ્વાર ટ્રેઈન મુદ્દે ભવિષ્યમાં માળખાકીય સુવિધા વિકસાવીને ટ્રેઈન શરૂ કરવા માટે સરકાર વિચાર કરશે તેવી પણ માહિતી આપી હતી.
આ સમાચાર વાંચ્યા બાદ ગણેશઉત્સવ અને જન્માષ્ટમીનું આયોજન કરો, પોલીસ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે
ત્યારે ઉદ્યોગો ને કેન્દ્રમાં રાખીને બનનાર આ રેલવે પ્રોજેકટમાં 1200 વીઘા ખેતીની જમીનનો ઉધોગો માટે ભોગ લેવાવાનો ખેડૂતોને ડર છે જેમાં 2500 ખેડૂતોની સંપાદન માટે જમીન જશે તો એમાંના 600 પોતાની આખી જમીન સાથે સરકારી ચોપડે જમીનની ખાતેદારી ગુમાવે તેવી વિકટ પરિસ્થિતિ બની છે. ત્યારે ખેડૂતો એ"જાન દઈશૂ પણ જમીન નહી" ના સૂત્ર સાથે છેક સુધી લડી લેવા નીર્ધાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube