અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ જુદા જુદા પદાધિકારીઓ સાથે અમદાવાદ ખાતે સર્કિટ હાઉસમાં બેઠક આયોજીત કરી રહ્યા હતા. બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ઝી 24 કલાક સાથે  ખાસ વાતચીત કરી હતી. કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક અંગે વાત કરતા રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ હાઈકમાંડે ગુજરાત પ્રદેશના નવા પ્રદેશ પ્રમુખ અને CLP ની નિમણુંક કરી છે. આ નિમણૂંકો બાદ હવે જિલ્લાઓ, તાલુકાઓ અને બ્લોક સ્તરે પણ જરૂર છે ત્યાં બદલાવ કરવા માટે પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમા ક્રાઈમ ક્યાં જઈને અટકશે, બે મિત્રોને જાહેરમાં રહેંસી નંખાયા


કોઈપણ ચૂંટણી માટે બુથ મજબૂત હોવું જરૂરી હોય છે માટે હવે બુથ મજબૂત કરીશું, જે અમારી પ્રાથમિકતા રહેશે. હેડ કલાર્ક પરીક્ષાનું પેપર લીક થવા અંગે રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. રઘુ શર્માએ કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ અમદાવાદના મેયર હતા. પેપર લીક થવા અંગે અસિત વોરાએ કહ્યું કે પેપર લીક નથી થયું. પેપર લીક થવા અંગે બીજા જ દિવસે ગૃહમંત્રીએ સ્વીકાર્યું અને કેટલાક આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. જે તમામ આરોપીઓ પકડાયા છે એ તો તમામ નાની માછલી છે, મોટી માછલીઓ હજુ પણ પકડથી દૂર છે.


દેલવાડાની ચૂંટણીમાં સાસુ-વહુ વચ્ચે વર્ચસ્વની લડાઈ, પરંતુ ઘી તો ખીચડીમાં જ ઢોળાશે


ભરતીની પરીક્ષાઓની વાત બેરોજગારી સાથે જોડાયેલી છે. ગુજરાતમાં ભરતી થતી નથી અને જો ક્યારેક ભરતી થાય તો પેપર ફૂટી રહ્યા છે. 186 પદ પર ભરતી માટે લાખો બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્ય સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા આ પેપરલીક કાંડ અંગે તપાસ કરાવે, તો જ મોટી માછલીઓ પકડાશે અને યુવાનોને ન્યાય મળશે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે કોઈપણ પરીક્ષા લે એ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવે તે ખુબ જ જરૂરી છે. અસિત વોરાને કઈ વાતનો રિવોર્ડ અપાઈ રહ્યો છે, એ સમજાતું નથી, તેઓ હજુ પણ એક્સ્ટનશન મેળવીને અધ્યક્ષના જ પદ પર યથાવત છે. 


ગ્લેમરસ ચૂંટણી : સરપંચની ચૂંટણી લડનાર એશ્રા પટેલે કર્યુ મતદાન, કહ્યું-મારે અહીંના લોકો માટે જીતવુ છે


ગુજરાતમાં આ પહેલા પણ છેલ્લા 5 વર્ષમાં 9 પેપર 5 લીક થઈ ચૂક્યા છે. ગુજરાતના બેરોજગારો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. NSUI એ સતત આંદોલન કરીને પેપરકાંડનું સત્ય બહાર લાવવા માટે આંદોલન કર્યું એ બદલ યુવાનોનો આભાર. સરકારે ઈમાનદારીથી તપાસ કરાવવી જોઈએ, તો જ મોટી માછલીઓ પકડાશે. મજબૂતીથી પેપરલીકનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે, આંદોલન કરીશું, પેપરલીક એ ચિંતાનો વિષય છે. નાની માછલીઓને પકડી, તેમની સામે આતંકવાદીની ધારા લગાડવાથી પેપરલીક કાંડ નહીં રોકાય. નાની નહીં મોટી માછલીઓને પકડીને એમની પર આતંકવાદીની કલમ લગાવવાની હિંમત રાજ્ય સરકાર કરીને બતાવે તે જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube