અમદાવાદ : ગુજરાત સહિત ચાર મહાનગરોમાં જે પ્રકારે કોરોનાની સ્થિતી વકરી રહી છે તેના કારણે નાગરિકોની સ્થિતી ખુબ જ કફોડી બની છે. નાગરિકો સરકારી તંત્રથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ન તો યોગ્ય રીતે ટેસ્ટિંગ થઇ રહ્યા છે, ન તો યોગ્ય રીતે સારવાર મળી રહી છે અને ન તો મર્યા પછી યોગ્ય પ્રકારે અંતિમ સંસ્કાર. તમામ જગ્યાએ લાઇનો અને અરાજકતા વ્યાપી છે. તેવામાં સરકારી તંત્ર સામે નાગરિકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે GTU માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બનશે કરોડપતિ, કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી


જો કે બીજી તરફ સરકાર પણ બેશરમીની તમામ હદો પાર કરી રહી હોય તે પ્રકારે સરકારના મંત્રીઓ પોતાના મત વિસ્તારનાં નાગરિકોની ખોજ ખબર લેવાના બદલે ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મોરડવા હડફની પેટા ચૂંટણીમાં વ્યસ્ત છે. અલગ અલગ સ્થળો પર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઇડ લાઇનની સુફિયાણી સલાહો આપનારા ભાજપનાં નેતાઓ પ્રચાર વખતે તમામ નિયમો ભુલીને રેલીઓ અને સભાઓ યોજી રહ્યા છે. જેના કારણે નાગરિકોમાં ખુબ જ રોષ વ્યાપી રહ્યો છે. 


GUJARAT: વિકાસ મોડેલ ખુલી ગઇ પોલ, ક્યાંક દવા, ક્યાંક વેક્સિન ક્યાંક ટેસ્ટિંગ કિટ બધુ જ ખાલી


તેવામાં શું આવા સમયે યોજવી યોગ્ય છે? શું સરકાર કે તંત્ર કોઇને પણ આ સ્થિતી વિશે ભાન નથી. એક તરફ વર્ષોથી લટકેલી પરીક્ષાઓ માંડ માંડ પાટે ચડી પરંતુ તેને કોરોનાને નામે રદ્દ કરનારી સરકાર શું ચૂંટણી રદ્દ નથી કરી શકતી. શું ચૂંટણી પંચને ચૂંટણી રદ્દ કરવા માટેની અપીલ નથી કરી શકતી કે પછી સરકારની મંશા જ ચૂંટણી રદ્દ કરવા અંગેની નથી. આવા અનેક સવાલો છે. તેવામાં ZEE 24 KALAK નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે, અમે તમારો અવાજ બનીશું. આ ચૂંટણી રદ્દ થવી જોઇએ કે કેમ તે અંગે તમારો અભિપ્રાય અને #ZEE24Kalak પર લખી મોકલો, કારણ કે અમે છીએ ZEE 24 KALAK અમે સાંભળીએ તમારી વાત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube