ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને કારણે સમગ્ર રાજ્ય હાંફી રહ્યું છે. રાજ્યમાં કોરોનાનાં કેસ ઘરે ઘરે છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહી ગણાય. પાંચ લાખથી વધારે દર્દીઓ સાજા થયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક નહી પહેરનારા અને જાહેરમાં થુંકનારા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 202 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ સુધીનાં દંડના 32.32 લાખ કેસ કરવામાં આવ્યા છે. ગત્ત 21 નવેમ્બર સુધી 78 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા હતા. 15 જૂનથી અત્યાર સુધી કુલ 200 કરોડથી વધારે દંડ વસુલ કરાયો છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કનાં દંડની આવકમાંથી થઇ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરાયા છે. 


અમદાવાદ શહેર દંડ બાબતે આ વખતે પણ અવ્વલ રહ્યું હતું. અમદાવાદીઓએ કુલ 42 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. સુરત શહેરમાં 18 કરોડ, રાજકોટમાં 19 કરોડ જ્યારે વડોદરા શહેરમાં 20 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. ગત્ત 15 જુનથી 24 સપ્ટેમ્બર સુધી રૂપિયા 52.35 કરોડ દંડ પેટે વસુલવામાં આવ્યા હતા. 


આ સમયગાળા દરમિયાન 17 લાખથી વધારે લોકો પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. 21 નવેમ્બર સુધી 78 કરોડથી વધારેની આવક થઇ હતી. 22 નવેમ્બરથી 7 મે સુધી એટલે કે પાંચ મહિનામાં 122 કરોડની આવક થઇ છે. સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન ચહેરા પર માસ્ક નહી પહેરેલો હોય તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube