ભાવનગર : ઇન્ડિયાની સૌથી મોટી ક્રીકેટ શ્રેણી આઈપીએલ માં રાજસ્થાન રોયલ માં રૂપિયા એક કરોડ વીસ લાખમાં સિલેક્ટ થયેલા અને ભાવનગરના વરતેજ ગામના વતની અને સર ભાવસિંહજી ક્રીકેટ કલબ માંથી ટ્રેનીંગ મેળવનાર ક્રિકેટર ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્સનનો ભરૂચા ક્રીકેટ કલબ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં ભડકો? ભાજપના કદ્દાવર નેતાએ વિરોધ વ્યક્ત કરવા અડધી દાઢી, અડધી મુછ અને અડધા વાળ મુંડાવ્યા!


આગામી એપ્રિલ માસ થી પ્રારંભ થવા જઈ રહેલી ઇન્ડિયાની સૌથી મોટી ક્રીકેટ શ્રેણી આઈપીએલ માં ભાવનગર ના ભરુચા ક્લબ ના ક્રિકેટર ચેતન સાંકરિયાએ સ્થાન મેળવ્યું છે. ચેનત સાકરિયા ભાવનગરના નાના એવા વરતેજ ગામનો વતની છે તેમજ આઇપીએલ માટે રૂપિયા એક કરોડ વીસ લાખમાં રાજસ્થાન રોયલની ટીમમાં સિલેક્ટ થયો છે. જેનું સિલેકશન થતા માત્ર વરતેજ કે ભાવનગર નહિ પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે ભાવનગરના ભાવસિંહજી ક્રીકેટ ક્લબ ખાતે જ્યાં ચેતન સાંકરિયાએ ટ્રેનીંગ મેળવી છે તેમજ જે સ્ટેજ સુધી પહોચ્યો છે તે ક્લબ દ્વારા ચેતન સાંકરિયા અને શેલ્ડન જેક્શન ના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બંને ખેલાડીઓને ભાવનગર અને ભાવસિંહજી ક્રીકેટ કલબ વતી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.


RAJKOT: અધધધ કિંમતે વેચાયો પ્લોટ, કિંમત જાણીને ધોળા દિવસે તારા દેખાશે


ભાવનગરના નાના એવા વરતેજ ગામનો વતની ચેતન સાકરિયા ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. જેમાં પિતા ત્રણ વ્હીલનો ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આવા નાના ગામના ગરીબ પરિવારના યુવાનો ને સર ભાવસિંહજી ક્રીકેટ એકેડમીના પ્રેસિડેન્ટ એન.સી રાઓલ દ્વારા તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી હતી તેમજ બંને ખેલાડીઓને એક ઉચાઇ સુધી પહોચડવા માં મદદરૂપ બન્યા હતા. સર ભાવસિંહજી ક્રીકેટ ક્લબ માંથી આજે ચેતન સાકરિયા ઇન્ડિયાની સૌથી મોટી ક્રીકેટ શ્રેણી કે જે ભારત જ નહિ પૂરી દુનિયામાં ખુબ જ પ્રચલિત છે. જે શ્રેણીમાં સિલેક્ટ થઇ સ્થાન મેળવી ભાવનગર ના બંને ખેલાડીઓ આગળ આવ્યા છે. 


Vadodara: કોર્ટે પાણીપુરી વાળાને 10 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજા ફટકારી


ભાવનગરના ભરૂચા ક્લબ ખાતે ક્રિકેટર ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્શનના સન્માન સમારંભમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ તેમજ સૌરાષ્ટ્ર ક્રીકેટ એસોસિએશનના જયરાજ શાહ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાવસિંહજી ક્રીકેટ ક્લબના પ્રમુખ એલ.સી.રાઓલ તેમજ શહેરના ઉદ્યોગપતિ, આગેવાનો અને ક્રીકેટ ખેલાડીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ મહાનુભવોએ ખેલાડી ચેતન સાકરિયાને આઈપીએલ સુધી પહોચવા બદલ શુભેચ્છાઓ આપી ભારતીય ક્રીકેટ ટીમમાં સ્થાન મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube