જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં પેપર નબળું જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
Standard 12 Science Student Suicide In Junagadh: પરીક્ષામાં તેનું છેલ્લું પેપર નબળું જતા બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ ન આવવાની ચિંતામાં ગઈકાલે તેણે પોતાના જ ઘરમાં રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: કોરોનાને કારણે વિદ્યાર્થીઓના ભણતરને ખુબ મોટું નુકસાન થયું છે. એવામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ તાજેતરમાં જ પૂર્ણ થતા અનેક વિદ્યાર્થીઓ નાપાસ થવાની ચિંતામાં આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ પેપર નબળા જતા આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
જૂનાગઢના માણાવદરમાં રહેતી ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ પરીક્ષાનું છેલ્લું પેપર નબળું જતા નાપાસ થવાની બીકે આપધાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. માણાવદરના મીતડી રોડ પર આવેલી મીલના પાછળના ભાગમાં રહેતા રાજેશભાઈ ઉભડીયાની દીકરી પ્રિયા ઉભડીયા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જો કે બે દિવસ પહેલા જ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી.
સુરતમાં હત્યા બાદ આપઘાતનો બનાવ, એવું તો શું થયું કે આખો પરિવાર વિખાયો
ત્યારે પરીક્ષામાં તેનું છેલ્લું પેપર નબળું જતા બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ ન આવવાની ચિંતામાં ગઈકાલે તેણે પોતાના જ ઘરમાં રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, આ અંગે પોલીસને જાણ થતા પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદહે પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સોખડા મંદિરનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં, પ્રભુ સ્વામીના સમર્થકોએ હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ અત્યાર સુધીમાં 4 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાના ભયથી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube