જૂનાગઢ : જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનની છતપરથી એક મહિલા GRD એ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ મહિલાને ભેંસાણમાં પ્રાથમિક સારવાર બાદ વિશેષ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડાઇ હતી. આ મહિલાએ પોતાનાં સાથી કર્મચારી પર બળાત્કારનો આક્ષેપ કર્યો હતો. સહકર્મી જયદીપ પરમારે મૈત્રી કરાર કર્યા બાદ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, આ મહિલા GRD એ પોલીસ સ્ટેશનનાં ધાબેથી જ પડતું મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મહિલા જીઆરડીએ પોલીસ સ્ટેશનપરથી જ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે નીચે પટકાતા તેને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે પોતાનાં જ સહ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં સહકર્મચારી જયદીપ પરમાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. 


જયદીપ પરમાર પોતાનાં માતા પિતા સાથે રહે છે. 2015માં તેના લગ્ન થાય હતા. લગ્ન બાદ સંતાનમાં એક પુત્ર છે. જો કે પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીહોવાથી આખરે છુટા પડ્યાં હતા. દરમિયાન થેલેસેમિયાની સારવાર દરમિયાન સંતાનનું મોત નિપજ્યું હતું. સહકર્મચારી જયદીપ વીરમજી પરમાર દોઢ વર્ષથી મૈત્રી કરાર કરીને તેની સાથે મૈત્રી કેળવી હતી. 


જો કે ગત્ત 6 જૂને સવારે અઢી ત્રણ વાગ્યાની આસપાસ જયદીપનો ફોન આવ્યો અને તે મહિલાના ઘરની બહાર આવીને ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ મહિલાને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જેતપુરનાં આશિર્વાદ ગેસ્ટ હાઉસ ખાતે લઇ જઇને તેની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ભાટ ગામની વાડીમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube