જૂનાગઢ : રૂપિયાની ઉઘરાણી મામલે ખુન્નસ રાખી એક યુવાનની એવી રીતે હત્યા થઈ કે દ્રશ્યો જોઈ ભલભલાના રુંવાડા ખડા થઈ જાય. ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા ત્યારે પોલીસ પણ આ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા આ હેવાનને દબોચી લીધો છે. સાથે જ હત્યાનું નહીં જેવું કારણ પણ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના ભરડાવાવમાં રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં સામાન્ય બાબતે એક હેવાને કરી દીધી ક્રૂરતાપૂર્વક યુવાનની હત્યા..બાઈક પર આવી રહેલા યુવાનને એક નહીં પણ અનેક કુહાડીના ઘા ઝીંકી પતાવી નાખ્યો. કુહાડીનો એક જ ઘા વાગતા યુવાન મોતને ભેટ્યો હશે પણ આ શખ્સને એટલુ બધુ ખુન્નસ ભરાયું કે તેણે ઘા ઝીંક્યા જ રાખ્યા, એક નહીં પણ અનેક ઘા ઝીંકી યુવાનને પતાવી દીધો. હદ તો ત્યાં થઈ ગઈ કે યુવાનનું એક હાડકુ પણ બચ્યુ નહીં હોય ત્યાં પાછો જઈ તેના બચેલા શરીર પર ઘા ઝીંકવા લાગ્યો હતો.
 
ગણતરીના કલાકમાં આરોપી ઝડપાયાં
પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આ હેવાન હત્યારા રાણા ગોસાઈ મરાઠી બાવાજીને દબોચી લીધો. અને આ હત્યા દરમિયાન તેને સાથ આપનારા અન્ય બે શખ્સોને પણ પકડી કાર્યવાહી હાથ ધરી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે માત્ર 3 હજાર જેવી રકમની ઉઘરાણી બાબતે યુવાનને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો. મુખ્ય આરોપી રાણા ગોસાઈ મરાઠી બાવાજી ગોપાલ નામના એક શખ્સને આપેલા ઉછીના 3 હજારની ઉઘરાણી કરવા ગયો હતો. ત્યારે રાજુ ઉર્ફે લાલો બાવળિયા ત્યાં બાજુમાં હતો અને રૂપિયાની ઉઘરાણી કરવા આવેલા રાણા ગોસાઈ મરાઠીને લાકડી મારી હતી. આ માથાકૂટનો ખાર રાખીને રાણા ગોસાઈએ બે મિત્રો સાથે મળી બાઈક પર નીકળેલા રાજુ પર હુમલો કર્યો અને કુહાડીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. 


આરોપીને પકડવાની પરિવારજનોની હતી માગ
મૃતક ગિરનાર ડોલી એસોસિએશન પ્રમુખનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. પરિવારને આ ઘટના બાદ આરોપીને પકડવાની માગ કરી હતી. અને જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને એટલે જ પોલીસને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube