કપડવંજ : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કપડવંજમાં પાડોશી જ બન્યો 17વર્ષની યુવતીના મોતનું કારણસત્તર વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એ.ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયબેન, દિકરો આકાશભાઇ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રમજીવીઓના ડોક્યુમેન્ટ મેળવીને બોગસ એકાઉન્ટ ખોલાવી લોન દ્વારા આચરવામાં આવતુ કૌભાંડ


વર્ષ-2021 ના વર્ષમાં ભરતભાઈનો દિકરો આકાશ દિકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. આ અંગે દિકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો કરવા જતાં ઝઘડો થયો હતો. તે સમયે ભરતભાઈ અને તેમના પત્નીએ કહેલ કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે. ગમે ત્યા પરણાવશો તો તેને ચેનથી જીવવા નય દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે આ અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયુ હતું. તે સમયે આકાશે કહેલ કે હવે પછી હેરાન નહી કરૂ. પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ, અને તેના માતા-પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતું.


વાસણ આહીર 25 વર્ષથી આવે છે, એના એ કામ ગણાવે છે પણ ભાજપે ઘણા કામ કર્યા છે: સી.આર પાટીલ


જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરતભાઇ અને તેમના પત્નીએ ઝઘડો કર્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું. અને 7 મેના રોજ સવારે માતા તેના ભાઈની સર્ટી લેવા માટે શાળાએ ગઈ તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયબેન ભરતભાઈ મકવાણા અને નિલેષભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube