મહીસાગર : જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VALSAD માં ભાજપનો ઝંડો લગાવેલી જીપમાં સ્ટંટ કરનાર બુટલેગર કાર્યકર્તાને પોલીસે દંડ્યો


ત્યારે ગત રોજ કડાણા ડાબા કાંઠા કેનાલમાં 30 થી 35 મીટર લાંબુ અને પહોળું ગાબડું પડતા કેટલાય ખેતરો માં પાણી ફરી વળતા ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો એક બાજુ કુદરત રુથી છે તો બીજી તરફ અધિકારી ની મિલીભગતના કારણે ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. આ ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ એક કાને સાંભળે છે અને બીજા કાને કાઢી નાખતા હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતોનું અધિકારીઓ સાંભળતા જ નથી. જેથી ખેડૂતોને કફોડી હાલતનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.


VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે


કડાણા કેનાલ તૂટવાનો સિલ સિલા મામલે કડાણા કેનાલના સુપરવાઈઝર  જી એન પટેલની કેનાલમાં કામગીરી દરમિયાન હાજરી હોય છે. આ સુપરવાઈઝર દ્વારા ટેન્ડરિંગ દરમિયાન કામગીરી કરાવવાની હોય છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની તરફલે કરતા પોતાનો કોન્ટ્રકરોને છાવર તા હોય તેવો જવાબ આપતા જોવા મળ્યા ત્યારે  મિલીભગત કરી હલકી ગુણવત્તાવાળું કામ કરી દેતા હોય છે. જેના કારણે કેનાલ માં મોટા મોટા ગાબડા પાડવાનો સિલ સિલો ચાલુ જ જોવા મળી રહયો છે, ત્યારે આવા અધિકારી ઓ અને સુપરવાઇજરો ની તપાસ કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ ઉઠી છે.


યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને...


પૂર્વ કચ્છના અંજાર શહેરમાં આજે મોડી સાંજે 62 લાખ રૂપિયાની આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ થતા ચકચાર મચી ગઇ છે. બે લૂંટારૂઓ આંગડિયા પેઢીના સંચાલકની કાર અને રોકડ રકમ લઇને ફરાર થઇ જતા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ આદરી હતી. આધારભૂત સુત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર અંજાર શહેરની ખત્રી ચોક પાસે શીતલ આઇસ્ક્રીમ પાછલ 12 મીટર રોડ પર આવેલી એન.આર આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કરે મોડી સાંજે ઓફીસ બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. ગાડીમાં ઘરે જવા નિકળ્યા તે દરમિયાન એક ટુ વ્હીલસ ચાલક સામેથી આવીને ગાડી સાથે અથડાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube