મહીસાગરમાં ગ્રામ પંચાયત ચૂંટણી જીતેલા સરપંચે એક વ્યક્તિને પકડી હાથ અને પગ ભાંગી નાખ્યા અને...
જિલ્લામાં સંતરામપુર તાલુકામાં આવેલી ઉખરેલી ગ્રામ પંચાયતમાં અદાવત રાખી હારેલ ઉમેદવાર તેમજ તેમના સમર્થકોના ઘરે જીતેલ સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહિસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ તેની અદાવત રાખી હુમલો કરવાની ઘટના બનવા પામી છે. જેમાં સંતરામપુર તાલુકાના ઉખરેલી ગ્રામ પંચાયતના નવી ચૂંટાયેલી સરપંચના પતિ દ્વારા 15 વ્યક્તિઓ સાથે રાખી હારી ઉમેદવારના સમર્થકોના ઘરે જઈને મારા વિરુદ્ધ કેમ પ્રચાર કરતા હતા. તેમ કહી લાકડીઓ અને કુહાડીથી હુમલો કર્યો હતો.
મહીસાગર : જિલ્લામાં સંતરામપુર તાલુકામાં આવેલી ઉખરેલી ગ્રામ પંચાયતમાં અદાવત રાખી હારેલ ઉમેદવાર તેમજ તેમના સમર્થકોના ઘરે જીતેલ સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહિસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ તેની અદાવત રાખી હુમલો કરવાની ઘટના બનવા પામી છે. જેમાં સંતરામપુર તાલુકાના ઉખરેલી ગ્રામ પંચાયતના નવી ચૂંટાયેલી સરપંચના પતિ દ્વારા 15 વ્યક્તિઓ સાથે રાખી હારી ઉમેદવારના સમર્થકોના ઘરે જઈને મારા વિરુદ્ધ કેમ પ્રચાર કરતા હતા. તેમ કહી લાકડીઓ અને કુહાડીથી હુમલો કર્યો હતો.
જેમાં માનસિક ભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે કુહાડી વાગવાથી ઇજા થઇ હતી. તેઓના બંને હાથ બાકી રાખ્યા હતા. તદુપરાંત એક પગ પણ ફ્રેકચર કરી નાખ્યું હતું. જેથી ગંભીર ઇજાઓ થતાં સંતરામપુર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને પરિવાર દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ હતી. સરપંચના પતિ દ્વારા જે વ્યક્તિને ફેટ પકડીને ગાળાગાળી કરતા દેખાય છે. તે વ્યક્તિ ધર્મેન્દ્રકુમાર દામા છે. જે સૈનિક તરીકેની ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર છે. હરીફ ઉમેદવાર હતા કનકસિંહ તે પણ સૈનિકની ફરજ બજાવે છે ત્યારે સરપંચના પતિ દ્વારા આ રીતની ગુંડાગીરી કરી રહ્યા છે ત્યારે કાયદા કાનુનની જરા પણ બીક ન હોય તે રીતે તેમજ બીજી બાજુ પીડિત પરિવારો દ્વારા આક્ષેપ લગાવ્યો છે કે અહીંના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુબેર ડીંડોરના અંગત હોવાને લીધે સરપંચ કઈ રીતે લુખ્ખાગીરી કરી હોવાથી લોકોને માર મારી રહ્યા છે અને ધમકીઓ આપી રહ્યા છે.
આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ પકડશો
જ્યાં જે કરવું હોય તે કરી લો મંત્રીનો હાથ છે મારા પર એટલે કોઈ કશું બગાડવાનું નથી. વિડીયોમાં પણ તેમની દાદાગીરી લુખ્ખાગીરી સંભળાય છે. જેમાં તેઓ એક મહિલા સાથે પણ અસભ્ય વર્તન કરી રહ્યા છે, ત્યારે સૈનિકમાં ફરજ બજાવતા બંને વ્યક્તિઓ હોવાનો આરોપ રાખી આ રીતે ગુંડાગીરી કરતા સરપંચના પતિ અને તેમના સાથીદારો વિરુદ્ધ કાર્યવાહી કરી ન્યાયની માગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube