મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફાયરિંગ, સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો તો PSI ની પત્ની લોહીલુહાણ હતી અને...
જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સવારે પોલીસ કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક ગોળી છુટી જતા ગોળી દિવાલે અથડાઇને પીએસઆઇના પત્નીને ગોળી વાગવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે આ ગોળી તેમને પર વાગી હતી. જેના કારણે તત્કાલ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઇજા નહી હોવાથી તેમને ટુંકી સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી.
મહેસાણા : જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સવારે પોલીસ કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક ગોળી છુટી જતા ગોળી દિવાલે અથડાઇને પીએસઆઇના પત્નીને ગોળી વાગવાની ઘટના સામે આવી હતી. જો કે સદનસીબે આ ગોળી તેમને પર વાગી હતી. જેના કારણે તત્કાલ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઇજા નહી હોવાથી તેમને ટુંકી સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી.
નીતિ આયોગના વાઇસ ચેરમેને ગુજરાત સરકારની કૃષિ, સિંચાઈ અને ગ્રામિણ વિકાસની યોજનાઓની કરી પ્રશંસા
મહેસાણા હેડક્વાર્ટર પાસે સવારે 9 કલાકે પીએસઆઇ જે.એલ બોરીચા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. રિવોલ્વર સર્વિસ કરીને પોતાના પાઉચમાં મુકવા છતા ગોળી અચાનક છુટી ગઇ હતી. ગોળી છુટ્યા બાદ દિવાલે અથડાઇ હતી અને ત્યાંથી બાઉન્સબેક થઇને સામે ઉભેલા તેમના પત્નીના પગમાં વાગી ગઇ હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તત્કાલ તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં સામે આવેલા ધર્માંતરણ કેસના તાર વડોદરા બાદ કચ્છ સુધી પહોંચ્યા!
મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પગમાં રહેલી ગોળી કાઢીને તેમનું માઇનોર ઓપરેશન પુર્ણ થયા બાદ રજા આપી દેવાઇ હતી. અત્રે નોંધનીય છે કે સદનસીબે ગોળી પગમાં વાગી હોવાનાં કારણે કોઇ મોટુ જોખમ થયું નહોતું. ટુંકી સારવાર માટે તેમને રજા આપી દેવાઇ હતી. હાલ તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube