મોરબી : રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ નજીક બે દિવસ પહેલા મોડી રાત્રીના છરીના ઘા ઝીંકીને એક યુવાનની હત્યા થઇ હતી. જેમાં કાલીકા પ્લોટમાં રહેતા ફકીર યુવાનનું મર્ડર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં મૃતકના પિતાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી. હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે. જો કે હત્યા અંગેનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આરોપીની બહેનની સાથે મૃતકને પહેલા પ્રેમ સબંધ હતો. જેનો ખાર રાખીને યુવતીના ભાઇએ છરીના ઘા ઝીકી યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: BJP ના ઉમેદવાર વગર પ્રચારે કે વગર મતદાને જીતી ગયા, શું છે કારણ?


મોરબીમાં પૂર્વ પ્રેમિકાના ભાઈએ યુવાનને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બે દિવસ પહેલા મોરબીના રામઘાટની પાસે આવેલ મકરાણીવાસ નજીક રાત્રીના સમયે રફીકશા અબ્બાસશા રફાઇ (ઉમર ૨૬) રહે. કાલિકા પ્લોટ ઇન્ડીયા પાન પાસે મોરબીની છરીના ઘા છાતીના ભાગે ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે મૃતક રફીકશાના પિતા અબ્બાસશા મોહમ્મદશા રફાઈની ફરિયાદ લઈને રિયાઝ ઉર્ફે રયાકત હાજીભાઈ ખુરેશી રહે. કાલીકા પ્લોટ મોરબી વાળની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. 


Gujarat Corona Update: નવા 234 કેસ, 353 દર્દી રિકવર થયા, 9 જિલ્લામાં એક પણ કેસ નહી


આ ગુનામાં પોલીસે રિયાઝ ઉર્ફે રયાકત હાજીભાઈ ખુરેશીની ધરપકડ કરી છે. પોલીસે તેની પુચ્છપરછ કરતાં આરોપી રિયાઝ ઉર્ફે રયાકતની બહેનની સાથે જેની હત્યા કરવામાં આવી તે યુવાનને પ્રેમ સબંધ આઠેક વર્ષ પહેલા હતો. ઘરમેળે તે બાબતે અગાઉ સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું. જો કે જૂની વાતનું મનદુખ રાખીને રિયાઝ ઉર્ફે રયાકતે રફીકશાને રામઘાટ નજીક બોલાવ્યો હતો અને ત્યાં તેના પર છરી વડે છાતીના ભાગે તેમજ હાથ અને પગના ભાગે હુમલો કરીને ગંભીર ઇજા કરી હતી. જેથી કરીને રફીકશાનું મોત નીપજયું હતું. બનાવ હત્યામાં પલટયો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube