MORBI: મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો? તારા પરિવારે અમને લોકોને પરેશાન કર્યા હું હવે જઉ છું
![MORBI: મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો? તારા પરિવારે અમને લોકોને પરેશાન કર્યા હું હવે જઉ છું MORBI: મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો? તારા પરિવારે અમને લોકોને પરેશાન કર્યા હું હવે જઉ છું](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/07/18/338533-mitali-chavda.jpg?itok=PM_Teqy4)
પ્રેમ લગ્ન કરનારા એક યુવકને પ્રેમ ભારે પડ્યો હતો. જે યુવતી સાથે લગ્ન થયા હતા તે છોડીને માતા પિતાના ઘરે જતી રહેતા અને તેણે પોતાના પતિ પર કેસ કરતા પરેશાન યુવકે આત્મહત્યા કરી લીધી હતી. યુવાને આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં પોતાનો અંતિમ વીડિયો વાયરલ કર્યો હતો. યુવતીને સંબોધિને મે તને પ્રેમ કર્યો એજ મારો ગુનો કે? તા મા બાપે મને રોડ પર લાવી દીધો મને અને મારા પરિવારને ખુબ જ પરેશાન કર્યો. હવે જીવાતું નથી હું મરી જાઉ છું તેમ કહીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. 6 મિનિટ અને 43 સેકન્ડના વીડિયોમાં આખી કહાની કહી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફરિયા નોંધીને તપાસ આદરી છે.
મોરબી : પ્રેમ લગ્ન કરનારા એક યુવકને પ્રેમ ભારે પડ્યો હતો. જે યુવતી સાથે લગ્ન થયા હતા તે છોડીને માતા પિતાના ઘરે જતી રહેતા અને તેણે પોતાના પતિ પર કેસ કરતા પરેશાન યુવકે આત્મહત્યા કરી લીધી હતી. યુવાને આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં પોતાનો અંતિમ વીડિયો વાયરલ કર્યો હતો. યુવતીને સંબોધિને મે તને પ્રેમ કર્યો એજ મારો ગુનો કે? તા મા બાપે મને રોડ પર લાવી દીધો મને અને મારા પરિવારને ખુબ જ પરેશાન કર્યો. હવે જીવાતું નથી હું મરી જાઉ છું તેમ કહીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. 6 મિનિટ અને 43 સેકન્ડના વીડિયોમાં આખી કહાની કહી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફરિયા નોંધીને તપાસ આદરી છે.
મહેસાણામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 41 સખી મંડળની લોન પાસ, 1 મંડળને 1 લાખનું અપાશે ધિરાણ
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી ગૌસ્વામી (ઉ.વ 25) નામના યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમ લગ્ન જવાબદાર હોવાનું મૃતક યુવાન પોતે વીડિયોમાં જાણાવી રહ્યો છે. તે પોતાનાં વીડિયોમાં તમામ પ્રકારની હકીકત જણાવે છે. બીજા વીડિયોમાં પણ તે પોતે જણાવે છે. લાઇવ વીડિયોની ગણતરીની ઘડીઓમાં જ તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતી જેની સાથે લગ્ન કર્યા તે યુવતીના નામનો ઉલ્લેખ પણ કરે છે. તેના પરિવારના અનેક લોકોનાં નામનો ઉલ્લેખ પણ કરે છે.
ભૂજ-ભચાઉની ધરા ધણધણી ઉઠી, 3.9 ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
ફેસબુકમાં યુવાન કિશનભારથી ગૌસ્વામી જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરીને યુવતી તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ નહી હોવાનો ઉલ્લેખ કરીને પોતાને બીજા જન્મે માનવ અવતાર ન મળે તેવી પ્રાર્થના પણ કરે છે. યુવતી છેલ્લા એક મહિનાથી પોતાનાં માતા પિતાના ઘરે છે. તેણે યુવક પર કેસ પણ કરેલો છે. કોર્ટમાં કેસ દરમિયાન યુવતી હાજર નહી રહેતા યુવાન કંટાળ્યો હતો. આખરે તેણે ફેસબુક લાઇવ કરીને અંતિમ પગલુ ઉઠાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube