હિમાંશુ ભટ્ટ/મોરબી : જિલ્લાના માળિયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે એસટીની બસ હોલ્ટ હોવાથી ઊભી રાખવામા આવી હતી ત્યારે તે બસમાં રાપર(ભુજ)ની આંગડીયા પેઢીનો રોકડા રૂપિયા ૬૨.૫૦ લાખ લઈને મોરબીમાં આવેલ ઈશ્વર બેચર પેઢીમાં આપવા માટે આવી રહ્યો હતો. આ કર્મચારી બાથરૂમ કરવા માટે બસમાંથી નીચે ગયો હતો એટલી વારમાં તેનો થેલો લઈને બસમાં જ મુસાફર બનીને બેઠલા બે શખ્સો લઈને નાશી ગયા હતા. જેથી ૬૨.૫૦ લાખની ચોરીની ફરિયાદ નોંધાતા જ માળીયા પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KUTCH ના એક એવા પર્યાવરણપ્રેમી કે જેમણે 20 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો...


મોરબી જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે જ સવાલ ઊભા થાય તેવી પરિસ્થિતી છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. છેલ્લા ૧૨ દિવસમાં ૧૫ થી વધુ સ્થળે નાના મોટી ચોરી હળવદ અને માળીયા તાલુકામાં કરવામાં આવી છે. જેના ભેદ ઉકેલાયા નથી ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે. એસટીની બસમાં કચ્છના રાપરથી મોરબી આવતા કર્મચારીનો રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે ગઠિયા નાસી છુટ્યા છે. 


MORBI માં મામા ભાણાને પાનના ગલ્લે લઇ ગયા અને અચાનક તે ગુમ થઇ ગયો પછી...


કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર આંગડીયા પેઢીમાં નોકરી કરતાં મહાદેવ રામભાઈ વાઘમારે (ઉમર ૪૩) શનિવારે સવારે એસટીની રાપરથી રાજકોટ જતી બસમાં મોરબીની ઓફિસે રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા આપવા માટે આવી રહ્યા હતા ત્યારે બસમાં જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સો તેનો રોકડ ભરેલો થેલો ચોરી કરીને નાસી છુટ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube