સ્નેહલ / નવસારી : ચીખલી વનવિભાગના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ચીખલી કોલેજ સર્કલ નજીકથી એક ટ્રકમાંથી સાગી અને સીસમના લાકડા મળી કુલ્લે ૨૧.૭૦ લાખનો મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાયવર અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. ચીખલી વનવિભાગના રેન્જ વિસ્તારમા ટિમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેમને બાતમી મળી હતી કે, એક ટાટામેક ટ્રક નંબર જીજે-૩૧-ટી-૨૫૮૬ માં બારદાનની આડમાં વાંસદાના ચાપલધરાથી રાજસ્થાન ખાતે સાગ અને સીસમના લાકડા લઈ જવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતી બોયફ્રેંડ સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે અચાનક દાદી આવી ગયા અને પછી...


આ બાતમીના આધારે વનવિભાગની ચીખલી રેંજની ટીમે કોલેજ સર્કલ પાસે વોચ ગોઠવી આ બાતમીવાળી ટ્રકને રોકી તેમાં તપાસ કરતા બારદાનની આડમાંથી સાગ અને સીસમના લાકડાના ચોરસા જેની કુલ્લે કિંમત ૧૪,૪૧,૫૦૦ ની કિંમતના મળી આવ્યા હતા. તો ટ્રકની કિંમત ૭,૨૯,૦૦૦ ગણી કુલ્લે ૨૧,૭૦,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રકના ડ્રાયવર કમરૂદ્દીન હનીફખાન તથા ક્લીનર તાજુદ્દીન ગોપેખાન બન્ને રહે ઓરિધવેચ તા.બાગોડા જિ. ઝાલોદ (રાજસ્થાન) ને ઝડપી પાડી વધુ તપાસ ચીખલી વનવિભાગના અધિકારીઓએ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube