મૌલિક ધામેચા/અમદાવાદ : મોરૈયાના મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકના એંકર ઉખાડીને ફેંકવાના કિસ્સામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. આરોપીઓનું આ ગુનો કરવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકના એક બે નહીં પરંતુ 268 જેટલા એંકર ઉખેડીને આસપાસની જગ્યામાં ફેંકીને ગંભીર ગુનો આચરનાર આરોપીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી મેળવવાની લાલચમાં આ ગુનાને અંજામ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મંત્રીએ કહ્યું દરેકને ધંધો-રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ


પોલીસે મટોડા ના રહેવાસી પ્રહલાદ મકવાણા, પરબતભાઇ ચુનારા અને સંદીપ મકવાણા નામના આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આ રેલ્વે ટ્રેકની દેખરેખ રાખવા માટેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. પ્રહલાદ નામનો આરોપી આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અન્ય બે આરોપીઓ સંદીપ મકવાણા અને પરબતભાઇ ચુનારા કે જે પ્રહલાદના મિત્રો છે. અને તેઓ પ્રહલાદ પાસે સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી માટે આવ્યાં હતા. 


યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓની વાત સાંભળી આંખે અંધારા આવી જશે, સ્થિતિ હજી વણસી શકે


જો કે હાલમાં નોકરી માટે કોઈ જગ્યા ખાલી હતી નહિ. જેને પગલે પ્રહલાદે તેના બન્ને મિત્રોને મટોડા રેલવે સ્ટેશન ગેટ નંબર 45 / સી થી મોરૈયા રેલવે સ્ટેશન તરફ જવાના રેલવે ટ્રેક પર હાલ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. જો તમે આ ટ્રેક પર લાગેલ એન્કર ઉખાડી નાખો તો રેલવેના અધિકારીઓના ધ્યાનમાં આવે અને અહીં સિક્યુરિટી ગાર્ડ મુકે અને તે બહાને તને નોકરી મળી જાય. નોકરીએ રાખવા માટેનો રસ્તો થઈ શકે તે માટે આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ના કહેવાથી અન્ય બે આરોપીઓ પરબત ચુનારા અને સંદીપ મકવાણાએ હથોડા વડે 268 જેટલી એંકર કલીપો કાઢી નાખીને આસપાસની ઝાડી ઝાંખરામાં નાંખી દીધી હતી. હાલમાં રેલવે પોલીસે ચોક્કસ માહિતી આધારે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે વધુ પૂછપરછ દરમ્યાન આરોપીઓના ગુનાહીત ઇતિહાસ અને અન્ય લોકોની આ કેસમાં સંડોવણી છે કે કેમ  તે પણ બહાર આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube