નવી દિલ્હીઃ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ અને સાબરમતી નદી પર સી-પ્લેન ઉડશે. નાગરિક અને ઉડ્ડયન મંત્રાલયે દેશમાં સી-પ્લેન માટે વૉટર એરોડ્રમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પહેલા તબક્કામાં 3 સ્થળનોને પંસદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ત્રીજો વૉટર એરોડ્રમને ઓડિશાના ચિલ્કા તળાવમાં બનાવવામાં આવશે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપતા ટ્વીટ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે જેશના વિવિધ સ્થળો પર વોટર એરોડ્રમ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનાથી પર્યટનને વેગ મળશે. લોકોની કનેક્ટિવિટી પણ વધશે. 





સુરેશ પ્રભુએ જણાવ્યું કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન જૂનમાં વૉટર એરોડ્રમ બનાવશે અને તેને સંબંધિત લાઇસન્સની પ્રક્રિયાને લઇને નિયમો જાહેર કર્યા હતા. DGCAએ કહ્યું કે વૉટર એરોડ્રમ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરનારને રક્ષા, ગૃહ, પર્યાવરણ અને વનમંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે. વૉટર ડ્રમ માટેનું લાઇસન્સ 2 વર્ષ માટે વેલિડ ગણાશે. શરૂઆતના 6 માસ માટે પ્રોવિઝનલ લાઇસન્સ આપવામાં આવશે. આ દરમિયાન એરોડ્રમ સંચાલનનું નિરીક્ષણ કરવામાં આવશે.