રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતી સુંદર ત્યક્તાને કહ્યું ચાલ જીવી લઇએ અને...
રાજકોટનાં સાધુવાસવાણી રોડ પર રહેતી ત્યકતા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ત્યક્તા સાથે આરોપીએ ફેસબુકથી સંપર્ક કર્યા બાદ પોતે પરણીત હોવા છતાં લગ્નનાં ફોર્મમાં અપરણીત તરીકે દર્શાવીને ખોટા પુરાવાઓ ઉભા કરી ફરીયાદી પોતાની પત્ની હોવાનું કહિને દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે જામનગરનાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
રક્ષીત પંડ્યા/રાજકોટ: રાજકોટનાં સાધુવાસવાણી રોડ પર રહેતી ત્યકતા પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ત્યક્તા સાથે આરોપીએ ફેસબુકથી સંપર્ક કર્યા બાદ પોતે પરણીત હોવા છતાં લગ્નનાં ફોર્મમાં અપરણીત તરીકે દર્શાવીને ખોટા પુરાવાઓ ઉભા કરી ફરીયાદી પોતાની પત્ની હોવાનું કહિને દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે જામનગરનાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: નિકોલમાં લૂંટનો પ્રયાસ, ઝપાઝપીમાં સોનીએ એક લૂંટારૂને ઝડપી લીધો
તસ્વીરમાં દેખાતા આ શખ્સને જૂઓ. આ શખ્સ જામનગરનો વતની જયદીપ દેવાયત ડવ છે. જેનાં પર આરોપ છે રાજકોટની 30 વર્ષિય ત્યક્તાને ફેસબુકનાં માધ્યમ થી સંપર્ક કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટનાં સાધુવાસવાણી રોડ પર રહેતી 30 વર્ષિય ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જયદિપ દેવાયત ડવ, અજય ભાદરકા, દર્શક ધ્રાંગા અને અનિલ બાધિયા સામે દુષ્ક્રમ અને મદદગારીનો ગુનો નોંધાવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહાકાળી મંદિર ટ્રસ્ટમાં ચાંદીનાં કૌભાંડ મુદ્દે CID ક્રાઇમને રજુઆત કરવાની તૈયારી
ફરીયાદી ત્યક્તાએ આપેલ ફરિયાદ મુજબ ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ આરોપી જયદીપે પોતે અપરણીત હોવાનું કહિ પોતાની સાથે લગ્ન કરવાનું કહિ જાળમાં ફસાવી હતી. લગ્ન નોંધણીનાં ફોર્મમાં પણ આરોપી જયદિપ પરિણીત હોવા છતાં અપરણીત હોવાનું લખીને લગ્નનાં ખોટા પૂરાવાઓ ઉભા કરીને ફરીયાદી તેની પત્ની હોવાનું કહિને શારિરીક સુખ બાંધ્યું હતું. જોકે ભોગ બનનારને આરોપી પરિણીત હોવા છતાં ખોટી રીતે લગ્ન કર્યા હોવાનું અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતા આરોપી અને તેનાં મિત્રોએ ધમકીઓ આપી હતી. જેથી પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો. હાલ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
PAASની બેઠકમાં પહોંચી હાર્દિકની પત્ની કિંજલ, કહ્યું-20 દિવસથી મારા પતિ ઘરે નથી આવ્યા
આરોપી જયદીપ ડવનોં ભાંડો ફુટતા તેનાં મિત્રો મેદાને આવ્યા હતા અને ત્યક્તાને દબાવવાનાં પ્રયાસો શરૂ કર્યા હતા. જેથી ત્યક્તાને ધમકીઓ ભર્યા ફોન આવતા ભોગ બનનારે આરોપી જયદીપ અને તેનાં ત્રણ મિત્રો સામે પણ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ તો પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ ગઇ છે ત્યારે પોલીસ ત્યક્તાને કેટલા સમયમાં ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube