રાજકોટ : એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસ પરેશાન છે. બીજી તરફ રાજકોટના મવડી મેઇન રોડ પર ગઇકાલે પેટ્રોલ પંપ પર અકસ્માત થયો હતો. ટ્રક ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર આવ્યો હતો. જેના કારણે ડીઝલની નદીઓ વહેતી થઇ હતી. જો કે ફિલરની સમયસુચકતાને કારણે મોટી દુર્ઘટના અટકી ગઇ હતી. એક તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને આંબી રહી છે. ત્યારે ડીઝલની નદીઓ વહેતી થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા તબક્કાવાર હડતાળના કાર્યક્રમ, ડીઝલમાં અસહ્ય ભાવ વધારાથી વ્યથીત


રાજકોટના મવડી મેઇન રોડ પર આવેલા ભારત પંપ ખાતે મોટી દુર્ઘટના અટકી ગઇ હતી. રાત્રે એક ટ્રક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે આવ્યો હતો. જ્યારે અચાનક તે મશીન સાથે અથડાયો હતો. તેમાં નુકસાન થયું હતું. જેના કારણે ડીઝલ બહાર ઢોળાઇ રહ્યું હતું. જો કે હાજર ફિલરમેને પંપના સંચાલકો દ્વારા મશીન તત્કાલ બંધ કરી દેતા વધારે વેસ્ટેજ અટક્યો હતો. આ ઉપરાંત મોટી દુર્ઘટના પણ ટળી હતી. કારણ કે જો તે સમયે કોઇ તણખો પડે તો ભયાનક આગ લાગવાની શક્યતા છે. રાત્રી કર્ફ્યૂના કારણે લોકોની અને વાહનોની અવર જરવ નહોતી. માત્ર જરૂરીયાત હોય તેવા લોકો જ બહાર નિકળી શકે છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube