આજે તો તને જાનથી મારી નાંખવો છે... રાજકોટમાં જાહેરમાં ખેલાયો મારામારીનો દિલધડક ખેલ
Rajkot Crime News : રાજકોટમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્રએ અન્ય લોકો સાથે મળી છરીનો ઘા ઝીંકી મારી નાખવા ધમકી આપી
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહીત કુલ 3 લોકોએ સાત મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી છે. જે સમગ્ર ઘટ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ન્યુ એ.એસ.આઇ બિલ્ડીંગમાં રહેતા પોલીસ પુત્ર જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે હું બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ગઈકાલે સાંજના 7 વાગ્યે હું મારા મિત્ર હર્ષિતસિંહ શકિતસિંહ ચુડાસમાનું વાહન લઇ મારા ઘરેથી સાથે વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલ સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયેલ હતા ત્યારે રોહિતભાઇ રમેશભાઈ ડાભી મારા મિત્ર હોઈ, અમે ત્રમેય મિત્રો ત્યાં બેસેલા હતા. તે વખતે મારા ઓળખીતા મિત્રો અયાન આરિફભાઇ લંજા તથા યશુ પ્રવીણભાઇ દવેરા તથા શાહરૂખ 10 વાગ્યાના આસપાસ આવ્યા હતા. મેં આજથી 15 દિવસ પહેલા મારા મિત્ર અયાનને રૂ.1.15 લાખ આપ્યા હતા. જેથી તેઓએ મને રૂપિયા 40,000 પરત આપી દીધા હતા. અને મારે રૂ.75,000 લેવાના બાકી હતા. જેથી મેં તેને કહ્યું હતું કે, મને મારા પૈસા આપી દેજો.
ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને મળ્યો નેશનલ એવોર્ડ, કચ્છ એક્સપ્રેસ ફિલ્મનો દબદબો
આ દરમિયાન અયાન એકદમ ઉશ્કેરાઈ જઈ મને ગાળો આપવા લાગ્યો હતો અને તેની સાથે આવેલ યશુ પ્રવિણભાઇ દવેરાએ મને શરીરે ઢિકાપાટુનો માર મારવાની શરૂઆત કરી હતી. તે વખતે અયાને પોતાની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના પાછળના ભાગે બે ઘા માર્યા હતા. તેણે મને કહ્યું કે, આજે તો તને જાનથી મારી નાંખવો છે. અને શાહરૂખે પણ મને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેણે મને ઢિકા પાટુનો માર માર માર્યો હતો. ત્યાં હાજર મારા મિત્ર રોહીતભાઇ તથા હર્ષિતસિંહ વચ્ચે પડી મને વધુ મારથી બચાવ્યો હતો. પરંતું આ દરમિયાન મને છરી વાગી હતી, જેથી લોહી નીકળતુ હતું. આ બાબતે વધારે કોલાહલ થતાં આસપાસના અનેક માણસો ભેગા થઈ ગયા હતા. આ ત્રણેય લોકો ત્યાંથી ભાગી ગયેલ હતા. અન્ય મારા મીત્ર કામીલ અને અરબાઝ તથા હર્ષિતસિંહએ મને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. હાલ મારી સારવાર ચાલુ છે હુ સંપૂર્ણ ભાનમા છુ.
ભાડેથી મકાન આપનારા માલિકો સાવધાન, આ શહેરમાં 52 મકાન માલિકો પર થઈ ફરિયાદ
આ બનાવનું કારણ એ છે કે મારા ઓળખીતા મિત્ર અયાન આરીફભાઇ લંજાને મે પંદર દિવસ પહેલા ઉછીના રૂપિયા આપ્યા હતા. જે પરત માંગતા અયાન સાથે આવેલ યશુ પ્રવિણભાઇ દવેરાએ મને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. શાહરૂખે ગાળો આપી મને માર માર્યો હતો. અયાને તેની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના પાછળના ભાગે બે ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ ત્રણેય ફરિયાદ દાખલ કરાવું છું. રાજકોટ યુનિવર્સીટી પોલીસે હાલ BNS કલમ 117(2), 115(2), 352, 351(2), 54 તથા જીપીએકટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેડરૂમમાં કરીના અને સૈફ વચ્ચે એક કારણથી થાય છે રોજ ઝગડા, બહાર સુધી આવે છે અવાજ