RAJKOT માં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી વધારે એક માળો વિખેરાયો, 4 ના 40 લાખ થયા
વ્યાજખોરોના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે. ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠડીયા ગામ પાસે બની હતી. જસદણના વેપારીએ આવીને ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી હતી. તેનું કુટુંબ નોધારું થઇ ગયું. મૃતકે તોતિંગ વ્યાજના વિષ ચક્કરમાં ફસાઈને જીવ આપવા સાથે તેણે એક સુસાઇટ નોટમાં વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા. સિલસિલાની આબંધ કહાની લખી છે શું છે આ કહાની કોણ છે નરાધમ વ્યાજખોરો.
રાજકોટ : વ્યાજખોરોના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે. ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠડીયા ગામ પાસે બની હતી. જસદણના વેપારીએ આવીને ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કરી હતી. તેનું કુટુંબ નોધારું થઇ ગયું. મૃતકે તોતિંગ વ્યાજના વિષ ચક્કરમાં ફસાઈને જીવ આપવા સાથે તેણે એક સુસાઇટ નોટમાં વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા. સિલસિલાની આબંધ કહાની લખી છે શું છે આ કહાની કોણ છે નરાધમ વ્યાજખોરો.
ગુજરાતના આ સાંસદે કહ્યું, હું તો માથે કફન બાંધીને ફરૂ છું, મને પદની નહી સમાજની ચિંતા
શું છે ઘટના મૃતકે તેની સુસાઇટ નોટ માં શું ઉલ્લેખ કર્યો?
ગત રોજ રાજકોટ જિલ્લા ના વીરપુર પાસે ના પીઠડીયા ગામ પાસે એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા તેણે ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું. મરનાર ભીખુભાઇના ખિસ્સામાંથી એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે શા માટે આત્મહત્યા કરી તેની વિગતો હતી. કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ ઉલ્લેખ હતો.
AHMEDABAD માં ફરાર અને તડીપાર આરોપીઓ વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી
જસદણના રહેવાસી એવા ભીખાભાઇ મોલીયા નામના વ્યક્તિનો હતો. તે જસદણમાં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના જ દિલીપ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સામે તેણે તેને એક ચેક આપ્યો હતો. ભીખુભાઇએ દિલીપ ચાવ પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેને દિલીપને ચેક પણ આપેલો હતો. પરંતુ દિલીપ મૃતકના દીકરાની દુકાને જઈને એવું કહેતો હતો કે તે મારી પાસેથી 8 લાખ રૂપિયા લીધા છે. મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી ધીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે તેમ છતાં વ્યાજખોર દિલીપ ભીખુભાઇને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઇએ તેની પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો. આટલાથી નહિ અટકેલ વ્યાજખોર દિલીપ ચાવ આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા હતા. અલગ અલગ શહેરોમાં છુપાઇને રહેતા હતા. આ અસહ્ય ત્રાસ સહન નહી થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને મોત ને વ્હાલું કર્યું હતું.
ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું
કોણ છે દિલીપ ચાવ?
દિલીપ ચાવ જસદણના વિછિયા રોડ ઉપર રહે છે અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવનો છે. દિલીપ પૈસાની જરૂરિયાત વાળા લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખુબજ તોંતિગ વ્યાજ સાથે દિલીપનું વ્યાજ 5 % થી શરુ થઇ ને 10 - 15 % સુધીનું હોય છે. જયારે કોઈ સામાન્ય વ્યક્તિ જો આ દિલીપના વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય તો ક્યારેય બહાર નીકળી શકતો નથી. દિલીપ જયારે પૈસા વ્યાજે આપે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક ચેક અને સાથે અનેક શરતો કરે છે. જેમાં સમયસર વ્યાજ ના પૈસા ન આપે તો પેનલ્ટી સહીતની શરતો હોય છે. જો વ્યક્તિ વ્યાજ આપવા માં એક દિવસ મોડું કરે તો તેવો એક દિવસની પેનલ્ટીથી રૂપિયા વસુલે છે. આ નરાધમ ભીખુભાઇ જેવા અનેક વ્યક્તિને વ્યાજના વિષચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે. પોતે માલામાલ થઇ ગયો છે, તે એક ખાસ પધ્ધ્તીથી વ્યાજે પૈસા આપે. જેમાં તે એક બુક રાખે છે અને તેમાં તે રોજે રોજના પૈસા પણ વ્યાજે આપે છે. જેનું વ્યાજ 10 % થી પણ વધારે હોય છે. આવા વ્યાજના પૈસા તો નાના લોકો જ લે છે. દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટે છે. આવો છે દિલીપ ચાવ અને તેનો ધંધો તેના બેફામ વ્યાજખોરીના ચક્કરમાં ભીખુભાઇએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલીપ ચાવનો ગુનાહિત ઇતિહાસ આવો જ છે 2013 માં પણ એક વ્યક્તિએ તેના વ્યાજખોરીના કડક ઉઘરાણીને લઈ ને ફરિયાદ નોંધાઈ હતી. આવા દિલીપ જેવા નરાધમ વ્યાજખોર પાસેથી પૈસા લેતા ચેતજો અને કાયદો તેને સખ્તમ સખ્ત સજા કરે તેવી માગ હાલ જસદણમાં ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube