રાજકોટ : રાજકોટના ગાયત્રીનગર 2 માં રહેતા તરૂણા બાલકૃષ્ણ ટાંકનો મૃતદેહ નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કણકોટ પાસેથી મળી આવ્યો હતો. આ અંગે મૃતકનાં પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહિલાની હત્યા તેના જ પરિવાર દ્વારા કરવામાં આવી હોઇ શકે છે. ગત્ત બુધવારે દીકરીને તેનાં પતિ કોઠારીયા નવા મકાનની સાઇટ પર લઇ ગયો હતો. ત્યાં જ સળીયા દ્વારા તેની હત્યા કરીને મૃતદેહને કારની ડેકીમાંથી ફેંકી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડિકલ સ્ટાફની અછતને ટાળવા મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોતરવામાં આવશે

રામજી ભાઇ દ્વારા આ અંગે આજીડેમ પોલીસમાં જમાઇ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. રામજી ભાઇએ  આક્ષેપ સાથે જણાવ્યું કે, ગઇકાલે રાત્રે હું બહારગામ ગયો હતો ત્યારે મારા જમાઇ બાલકૃષ્ણ વેલજીભાઇ ટાંકના મોટાભાઇ પરેશભાઇએ મને ફોન કરીને કહ્યું કે, તમારી દીકરી તરૂણાને તેનો પતિ કોઠારીયામાં નવા બનેલા મકાનની સાઇટ પર લઇ ગયો હતો. જો કે ત્યાંથી તે જાણ બહાર નિકળી ગયો હતો. 


મેડિકલ સ્ટાફની અછતને ટાળવા મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોતરવામાં આવશે

દરમિયાન આજે તરૂણાનો મૃતદેહ કણકોટ નજીકથી મળી આવ્યો હતો.સાસરીયા પક્ષનો આરોપ છે કે, જમાઇને અન્ય સ્ત્રી સાથે લફરૂ છે. તે મહિલાનું નામ તેણે પોતાની છાતી પર ત્રોફાવ્યું હતું. દિકરીના લગ્નને 11 વર્ષ અગાઉ બાલકૃષ્ણ સાથે થયા હતા. તેના સંતાનમાં બે પુત્રો છે. બાલકૃષ્ણ બાંધકામના ધંધા સાથે સંકળાયેલો છે. જો કે બંન્નેને ઘરમાં વારંવાર ઘરકંકાસ ચાલતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube