સાબરકાંઠામાં ખેતરમાં વિજલાઇન તુટી પડતા ઉભા પાકમાં લાગી આગ અને જોત જોતામાં...
હાલ કોરોનાને પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. ત્યારે તમામ લોકો ઘરમાં છે. જો કે હાલ લણણીની સિઝન હોવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ખેતર જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જો કે મોટા ભાગનું તંત્ર કોરોનાની કામગીરીમાં છે ત્યારે કેટલાક સ્થળો પર અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. આવી જ ઘટનામાં સાબરકાંઠાના તલોદના લવારી ગામમાં ખેતરમાં આગની ઘટના બની હતી. એક ખેતરમાંથી પસાર થતી વિજ કંપનીની 11 કેવીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા તે તુટી પડી હતી. જેના કારણે તે ખેતરમાં રહેલા ઘઉં પર પડતા જોત જોતામાં આગ ફેલાઇ ગઇ હતી.
શૈલેષ ચોહાણ/તલોદ : હાલ કોરોનાને પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. ત્યારે તમામ લોકો ઘરમાં છે. જો કે હાલ લણણીની સિઝન હોવાનાં કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ખેતર જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જો કે મોટા ભાગનું તંત્ર કોરોનાની કામગીરીમાં છે ત્યારે કેટલાક સ્થળો પર અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. આવી જ ઘટનામાં સાબરકાંઠાના તલોદના લવારી ગામમાં ખેતરમાં આગની ઘટના બની હતી. એક ખેતરમાંથી પસાર થતી વિજ કંપનીની 11 કેવીની લાઇનમાં ફોલ્ટ સર્જાતા તે તુટી પડી હતી. જેના કારણે તે ખેતરમાં રહેલા ઘઉં પર પડતા જોત જોતામાં આગ ફેલાઇ ગઇ હતી.
રાજ્યમાં જીવન જરૂરી તમામ વસ્તુઓનો પુરવઠ્ઠો યથાવત્ત, 31 લાખ લોકોને અનાજ પુરૂ પાડવામાં આવ્યું
ખેતરમાં સુકા પડી ગયેલા ઘઉં પર આ વિજ તાર પડતા આશરે 2 વિઘાના ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા. ખેડૂતને આ અંગે જાણ થતા તેણે તત્કાલ જીઇબીને જાણ કરતા વિજ પુરવઠ્ઠો બંધ કરવામાં આવ્યો હતો. જીઇબીનાં અધિકારી, ઉપરાંત સરપંચ, તલાટીકમ મંત્રી અને જીઇબીનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની ઘટના અંગે પંચનામુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો પંચનામુ કરીને જ તંત્રએ સંતોષ માન્યો હતો. જો કે ખેડૂતને થયેલા નુકસાનનું વળતર સરકાર પાસેથી મળશે કે કેમ તે તો જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube