સુરત : શહેરમાં 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. આ મુદ્દે પોલીસે જ્યારે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 500 રૂપિયાના સામાન્ય ખટરાગમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોલ-મલ્ટિપ્લેક્સમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પોલીસ દ્વારા તમામ મોલ્સના મેનેજર સાથે મિટિંગ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરનાં સિટીલાઇટ વિસ્તારમાં પનાસ નહેરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ લાશને બહાર કાઢીને પોલીસે તપાસ કરી હતી. પોલીસે લાશનું પીએમ કરતા તેનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કબ્જે લઇને તપાસ કરતા તેનું નામ વિકાસ હોવાનું ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા યુવક શહેરના ભટાર રોડ પર ફુટપાથ પર રહેતો હતો. 


પોલીસ અધિકારી પર હૂમલો કરનાર અલારખાની ધરપકડ, ASI પર કર્યો હતો છરીથી હૂમલો

આ યુવક સાથે જિતુ અને રામસિંગ નામના બે અન્ય શખ્સો પણ રહેતા હતા. જો કે યુવકની હત્યાબાદથી બંન્ને ગુમ હતા. પોલીસે બંન્નેને જડપીને આકરી પુછપરછ કરતા બંન્નેએ તેની હત્યા કરી હોવાનું સ્વિકાર્યું હતું. 500 રૂપિયાના રાશન લાવવા અને જમવાનું બનાવવા માટે રામસિંગ અને વિકાસ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેનો રોષ રાખીને વિકાસ ઉંઘી ગયા બાદ તેને લાકડાનો ફટકો મારીને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. જેમાં તેણે વિકાસનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. લાશ નજીકમાં રહેલી નહેરમાં ફેંકી દીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube