SURAT ના એવા ભેજાબાજ કે બેંકો પણ ઘુમરીએ ચડી, કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યોં
આર્થિક ગુનાખોરી છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વધી ગઈ છે, ત્યારે શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ ધ તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી રૂપિયા 16,16,03,000ની લોન મેળવી છેતરપિંડી કરનાર 22 પૈકી 9 આરોપીઓને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનાને ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લોનધારકો, વેચઅર, બેંક મેનેજરનો સમાવેશ થાય છે.
તેજસ મોદી/સુરત: આર્થિક ગુનાખોરી છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વધી ગઈ છે, ત્યારે શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ ધ તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી રૂપિયા 16,16,03,000ની લોન મેળવી છેતરપિંડી કરનાર 22 પૈકી 9 આરોપીઓને પકડી પાડી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનાને ઉકેલી કાઢ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લોનધારકો, વેચઅર, બેંક મેનેજરનો સમાવેશ થાય છે.
લાખો લોકોને અસર કરતો ગુજરાત સરકારનો નિર્ણય, બે મહત્વની ટીપી સ્કીમને મંજૂરી
તમિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપીંડી આચરી હતી. સલાબતપુરા પોલીસે 22 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મશીનરી, ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ મેળવવા ષડયંત્ર રચ્યું હતું. આર્થિક ગુના નિવારણ શાખાએ 9ની કરી ધરપકડ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ 17 જેટલા આરોપીઓ બેંક લોન કન્સલટન્ટ તરીકે કામ કરતા પુનિત નાનજીભાઇ વ્યાસ તથા નિલેશભાઇ નટુભાઇ નારીગરા સાથે મળીને ધ તામિલનાડ મર્કન્ટાઇલ બેંકના મેનેજર સુંદર રાજેન્દ્ર સાથે મળી ગયા હતા.
ઉચ્ચ અધિકારી પરંતુ શરમનો છાંટો નહી! 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
આરોપીઓએ આર્થિક લાભ મેળવવાનો ગુનાહિત ઇરાદો સેવી બેંકમાંથી મશીનરી ટર્મ લોન તથા વર્કિંગ કેપિટલ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ તથા બીજા આરોપીઓએ ફીર એન્ટરપ્રાઇઝ નામની મશિનની સપ્લાયર પેઢીના ખોટા બીલોના કોટેશન બનાવ્યા હતા. આ કોર્ટેશન આધારે તથા તેઓની વેપારી ફર્મના બેંક એકાઉન્ટના ખોટા અને બનાવટી બેંક સ્ટેટમેંટ જે કોર્ટેશન બીલો તથા સ્ટેટમેંટ ખોટું હોવાનું જાણવા છતાં તેને બેંક લોનની પ્રોસિઝરમાં સાચા તરીકે બેંકમાં રજૂ કર્યા હતા.
અમદાવાદને કબ્જે કરવાની હતી તૈયારી? પોલીસે એવા આરોપીને પકડ્યો કે તમે પણ ચોંકી ઉઠશો
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, એક આરોપીએ હીર એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢીના ખોટા કોટેશન બીલો રજૂ કરી તેમજ બીજા ચાર આરોપીઓએ પોતાની વેપારી પેઢીના નામના બેંક એકાઉન્ટના ખોટા અને બનાવટી બેંક સ્ટેટમેન્ટ જે ખોટા હોવાનું જાણવા છતાં તેને તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક લોન પ્રોસિઝરમાં સાચા તરીકે રજૂ કર્યા હતા. આરોપીઓ પુનિત નાનજીભાઇ વ્યાસ તથા નિલેશભાઇ નટુભાઇ નારીગરાઓએ બેંકના જે-તે વખતના બેંક મેનેજર સુંદર રાજેન્દ્રન સુમ્બિયાહ સાથે મળી બેંક લોન કન્સલટન્ટ તરીકે પ્રથમ 17 આરોપીઓની બેંકમાં લોન પ્રોસિઝર કરાવી નરેશભાઇ ઠુમ્મરના નામે બેંકમાંથી 16.16 કરોડની લોન લીધી હતી.
બકરૂ કાઢતા ઉંટ પેઠુ: 3 કરોડની લોન માટે વેપારીએ ગાંઠના 11 લાખની છેતરપિંડી આચરી
આ લોનના નાણા આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી લોનના નાણા સગેવગે કરી તેમજ બાકીના તમામ આરોપીઓએ જણાવેલા ઠેકાણે કોઇ કામ ધંધો કરતાં ન હોવાનું બહાર આવ્યું હતું. પોતાની પાસે રકમ તથા માલનો સ્ટોક ન હોવા છતાં જે-તે વખતે પેઢીના નામે વેપાર ધંધો કરતાં હોવાનું જણાવી બેંકમાંથી અલગ અલગ રકમ મળી કુલ્લે રૂપિયા 16,16,03,000ની મત્તાની લોન મેળવી હતી. આ લોનના નાણા આરોપીઓએ પોતાના વેપાર ધંધામાં ઉપયોગ કરવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી આજદિન સુધી બેંક લોન અને વ્યાજ મળી કુલ્લે રૂ. 16,51,45,000 ની મત્તા ભરપાય કરી નથી. સાથે સાથે પોતાના લોન એકાઉન્ટને એન.પી.એ.જાહેર કરાવ્યું હતું. તામિલનાડુ મર્કન્ટાઇલ બેંક સાથે બેંક લોન ધારક તથા લોન કન્સલટન્ટ તથા બેંક મેનેજર તથા વેલ્યુઅર તરીકે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર તમામ સામે પોલીસે 2જી ડિસેમ્બરના રોજ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે
ધરપકડ કરેલા આરોપીઓ...
• અલ્પેશભાઇ મનુભાઇ પટેલ સમદેવ યાર્ન ફિલામેન્ટના પ્રોપ્રાયટર
• નરેલામાઇ ધીરૂભાઈ ઠુમ્મર ડિશ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાયટર
• નિતીનભાઇ શામજીભાઇ પટેલ શિવ કેશનના પ્રોપ્રાયટર
• બકભાઇ વિનોદભાઇ ઘેલાણી સ્વામી એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાયટર
• અધિન વલ્લભભાઇ સતાપરા મા દિએશનના પ્રોપાયટર
• પરેશભાઇ મનુભાઇ પાનાણી દિવ્યા ટ્રેનના પ્રોપ્રાયટર
• દિવ્યાબેન પરેશભાઇ ધાનાણી નિલકંઠ કંટ્રક્શનના પ્રોપ્રાયટર
• રમેશા સત્તારમચંદ જૈન વેલ્યુઅર
• સુંદર રાજેન્દ્રન સુમ્બિયાહ તાત્કાલિન બેંક મેનેજર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube