સુરત : કતારગામ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા થયેલ પતિ દ્વારા પત્ની પર કરેલ ફાયરરિંગની ઘટનામાં કતારગામ પોલીસે હત્યારા પતિને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં પહેલા તો પત્નીને બીવડાવવા માટે ફાયરિંગ કર્યું હતું, પણ ગોળી વધારે વાગતા ફાયરિંગમાં સારવાર દરિમયાન પત્નીનું મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાડાના વાંકે પખાલીને ડામ, ઘઉની નિકાસ વધતા લાકડાના વેપારીઓની કફોડી સ્થિતિ


સુરતના કતારગામ વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


ફૂડ અને સેફ્ટી વિભાગનાં દરોડાથી ફફડાટ, ભેળસેળવાળા મસાલા વેચનારની ખેર નહી


આ મહિલા પર ફાયરિંગ કરતા 21 દિવસની સારવાર બાદ મોત હતું અને નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત 17 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડીંગનો વ્યવસાય કરતા અખીલેશકુમાર મોલેશ્વરી સિંગનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા તજવીજ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે છુટા છેડા અને પુત્ર ના કબજા ના વિખવાદ ને લઈ 7 વર્ષ થી ઝઘડો ચાલતો આવતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube