ચેતન પટેલ, સુરત: રાજ્યમાં ચોરીના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હતા પરંતુ ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે ચોર ચોરી કરવા આવ્યો અને મોતને ભેટ્યો. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જ્યાં રાત્રી દરમિયાન ચોરી કરવા ચોર ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને જીવ ગુમાવે છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના સુરતના કપોદ્રા વિસ્તારની છે. જ્યાં રાત્રી દરમિયાન ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો અને ઉપરથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. ચોરી કરવા ગયેલા અજય ઉર્ફે ગોરો વસાવા નામના ઇસમનું મોત થયું છે. અજય ઉર્ફે ગોરો વસાવા સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્કના પહેલા વિભાગમાં ઘર નંબર 114 માં ચોરી કરવા ગયો હતો. 


ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ


તે દરમિયાન ઘરમાં ઉપરના ભાગથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તે જ સમયે ઉપરથી નીચે પટકાતા અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાને લઇ તપાસ હાથ ધરી હતી.


જો તમારી દીકરી ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો આ વાતનું રાખજો ધ્યાન, તેની એક ભૂલ તેને ભારે ના પડે


ઉલ્લેખનીય છે કે, અજયે અગાઉ 11 ઘર ફોડ ચોરીના ગુના આચાર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 9 અમરોલીમાં, 1 કોસંબામાં અને 1 રાજપીપળામાં ગુના આચર્યા હતા. જોકે, પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube