સુરત: પોલીસે લોકડાઉનનાં નિયમોનું ભંગ કરનારને ઉઠક બેઠક કરાવતા, વેપારીની આત્મહત્યા
કોરોના વાયરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાનાં દુકાનદારની પોલીસે ધરપકડ કરી હતી. તેમને ઘરની નજીક ઉઠક બેઠક કરાવી હતી. 4 હજાર રૂપિયા લઇને જામીન પર છોડ્યો હતો. જો કે આ બાબતે તેમને ખુબ જ લાગી આવ્યું હતું. આખરે તેમણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત : કોરોના વાયરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાનાં દુકાનદારની પોલીસે ધરપકડ કરી હતી. તેમને ઘરની નજીક ઉઠક બેઠક કરાવી હતી. 4 હજાર રૂપિયા લઇને જામીન પર છોડ્યો હતો. જો કે આ બાબતે તેમને ખુબ જ લાગી આવ્યું હતું. આખરે તેમણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સૌરાષ્ટ્રમાં શહેરી લોકો આવતા ગામડાના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યાં
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ ઉત્તરપ્રદેશનાં વતની અને હાલ સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલા ગૌતમ નગરમાં રહેતા વિષ્ણુદત્ત રમાશંકર શાહુ અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો હતો. લોકડાઉન દરમિયાન 10 તારીખે મોડી સાંજ સુધી દુકાન ચાલુ રાખી હતી. દુકાન પર ગ્રાહકો હતા પણ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું. આવા સંજોગોમાં સચીન જીઆઇડીસી પોલીસે તેમના જાહેરનામાનો ભંગ કરવા બદલ દુકાન બંધ કરાવી તેમની વિરુદ્ધ અટકાયત અંગેના પગલા ભર્યા હતા.
સુરત: કેમિકલ ભરેલું ટેન્કર ટ્રેલર પાછળ અથડાતા ડ્રાઇવરનું કેબિનમાં જ સળગીને ભડથું
પોલીસ સ્ટેશનથી પરત ફર્યા બાદ તે ખુબ જ ટેન્શનમાં રહેવા લાગી હતી. સતત તણાવના કારણે તે ઘરમાં જ પુરાયેલા રહેતા હતા. પરિવારનાં લોકોને તેણે જણાવ્યું કે, મારા જીવનમાં ક્યારે પણ આવી બેઇજ્જતી થઇ નથી. તેવું કહીને રૂમમાં જતા રહ્યા હતા. જ્યાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube