સુરત : શહેરમાં કામરેજ નજીક આવેલા ખોલવડ ગામના સ્મશાન ઘાટ પરથી પસાર થતી તાપી નદીના ઓવરબ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાથે જીવી નહી શકે તેવું લાગતા આખરે પ્રેમી પંખીડાઓએ આ રસ્તો અપનાવ્યો હતો. બંન્ને પ્રેમી પંખીડા ઓવરબ્રિજ પરથી તાપીમાં કુદી પડ્યાં હતા. જેમાં યુવતીએ સ્થાનિક માછીમારોએ તત્કાલ બચાવી લીધી હતી. જ્યારે યુવક ક્યાંક ગુમ થઇ જતા ફાયર બ્રિગેડ દ્વારા હાલ તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રાના દિવસે અમદાવાદમાં અમી છાંટણા થશે કે નહીં? શું કહે છે હવામાન વિભાગ?


ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કામરેજમાં એક જ સોસાયટીમાં રહેતા યુવક અને યુવતીએ પ્રેમમાં હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બંન્ને પ્રેમીઓ મોડી રાત્રે ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે તાપી નદીના ઓવરબ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. યુવક અને યુવતી બંન્ને મુળ સૌરાષ્ટ્રના વતની છે અને કામરેજ ખાતે જ રહે છે. જો કે યુવક અને યુવતીની જ્ઞાતી અલગ હોવાથી બંન્નેના લગ્ન થઇ શકે તેમ ન હતા. જેથી બંન્નેએ જીવતા એક થઇ શકે તેમ નહી લાગતા આખરે બંન્નેએ મરીને એક થવાનો નિર્ણય લીધો હતો. 


પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ પહોંચ્યા ભગવાન જગન્નાથજીના શરણે, જાણો પ્રભુ પાસે શું માંગ્યું?


જો કે બંન્ને મરીને પણ એક થઇ શક્યા નહોતા. બંન્ને સાથે નદીમાં કુદ્યા તો હતા પરંતુ યુવતીને સ્થાનિક માછીમારી કરી રહેલા યુવકોએ બચાવી લીધી હતી અને કિનારે લાવીને સારવાર માટે ખસેડી હતી. જ્યારે બીજી તરફ યુવક નદીમાં ડુબી ગયો હતો. તેને બચાવી શકાયો નહોતો. જેના પગલે હવે ફાયર વિભાગ દ્વારા અહીં યુવકના શરીરને શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગનાં અધિકારીઓ દ્વારા હાલ આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube