તેજસ મોદી/સુરત : હોળીના તહેવારમાં ખાસ ઢોલ ત્રાંસા વગાડવા અને વરઘોડો કાઢવાની રીતને ઘીસનું સરઘસ કહેવાય છે. સુરતમાં વર્ષો પહેલા ધીસનું સરઘસ કાઢવામાં આવતું હતું. જોકે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રથા ભુલાઈ ગઈ હતી. આ પરંપરા ફરી એક વખત શહેર પોલીસ કમિશ્નરના હાજરીમાં શરૂ કરવામાં આવી છે. સુરત શહેર સાથે અનેક જૂની પરંપરાઓ જોડાયેલી છે, જેમાંની એક પરંપરા છે ધીસનું સરઘસ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ની હાજરીમાં આણંદમાં મહિલાઓના બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ બાબતે મહાઅભિયાનની શરૂઆત


ખાસ પ્રકારના ઢોલ ત્રાંસા વગાડીને અને વરઘોડો કાઢવામાં આવે છે. સુરતના સૌથી જુના વિસ્તાર એવા મહિધરપુરાની દાળિયા શેરી, ભૂત શેરી વગેરેમાં શેરીઓ ઘીસના સરઘસ કાઢવામાં આવે છે. જેમાં સ્થાનિક લોકો ભાગ લેતા હોય છે. મહત્વનું છે કે જુના જમાનાથી આ પ્રથા ચાલી આવેલ હતી. જે સમય સાથે વિસરાઇ ગઈ હતી,  પરંતુ. દાળિયા શેરી પ્રગતિ મંડળ મહિધરપુરા અને સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળની  સ્થાપનાને  ૫૦ વર્ષ પૂરા થાય છે, તેની ઊજવણીના ભાગ રૂપે જૂની પ્રથા ફરી શરૂ કરવામાં આવી રહી છે. 


મિત્રએ યુવતીને ભરપુર દારૂ પીવડાવ્યો અને કહ્યું હવે તને જીવન અને જવાનીનો સાચો આનંદ આપવા માંગુ છું અને...


મહિધરપુરા દાળિયાશેરી રણછોડજી મંદિરથી નીકળી મહિધરપુરાની અલગ અલગ શેરીઓમાં ફરતા રૂઘનાથપુરા સતીમાતાની શેરીએ સરઘસ પહોંચી વિસર્જન ત્યાં વિસર્જન થયું હતું. આ ખાસ પ્રસંગે હાજર શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે વિસરાય ગયેલી પરંપરા ફરી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે, શહેરમાં પોલીસનો દબદબો ફરી એકવાર સ્થાપિત થાય તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube