સુરતમાં આડાસંબંધમાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો મૃતદેહ
સુરતમાં બે દિવસ પહેલાં ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેક પર મળેલા મૃતદેહ મામલે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો.
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં ડિંડોલે રેલવે ટ્રેક પર બે દિવસ પહેલા એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરીને મૃતક યુવકની ઓળખ કરી હતી. પરંતુ આ પુરૂષની હત્યા બીજા કોઈએ નહીં તેની પત્નીએ કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીને તેના પતિના મિત્ર સાથે અનૈતિક સંબંધ હતા. ત્યારબાદ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. ત્યારબાદ આ હત્યાને આપઘાતમાં ખપાવવા માટે લાશને રેલવે બ્રિજ પરથી ફેંકી દેવામાં આવી હતી. લાશને રિક્ષામાં લઈ જતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં 17 ડિસેમ્બરના રોજ વહેલી સવારે પ્રમુખપાર્ક રેલવે બ્રિજ નીચેથી એક લાશ મળી આવી હતી. જેના મોઢા પર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. પોસ્ટમોર્ટમ કરતા યુવાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. શરૂઆતના સમયે આ યુવાન કોણ હતો અને ક્યાંથી આવ્યો હતો તે અંગે કોઈપણ પ્રકારની માહિતી પોલીસ પાસે હતી નહીં જેથી પોલીસે સોશિયલ મીડિયા થકી આ યુવાનો ફોટો વાયરલ કર્યો હતો. જેમાં આ યુવાન ડિંડોલીમાં રહેતો વિનોદ બેલદાર હોવાનું બહાર આવ્યું હતું.
વિનોદ છ મહિના પહેલા જ નંદુરબારથી સુરત તેની પત્ની પૂનમ સાથે આવ્યો હતો. સુરત આવ્યા બાદ વિનોદ બેકારીનું જીવન ગુજારતો હતો આ ઉપરાંત તેને દારૂ પીવાની હોય પત્ની સાથે અવારનવાર મારામારી પણ કરતો હતો. દરમિયાન વિનોદની ઓળખાણ રાહુલ કોળી નામના શખ્સ સાથે થઈ હતી. રાહુલનો પોતાનો કોઈ પરિવાર હતો નહીં અને તે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતો હતો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા એટલી વધી ગઈ હતી કે વિનોદ શંકરને પોતાના ઘરે રહેવા માટે લઈ આવ્યો હતો. ત્યારબાદ રાહુલ અને તેનો માસીનો દીકરો પણ ત્યાં જ રહેવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં બેકાબૂ બનેલી બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી ગઈ, એક યુવકને કચડી નાખ્યો
આ દરમિયાન રાહુલ અને પૂનમ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે વાતની જાણ મૃતક વિનોદને થઈ ગઈ હતી. ઘટનાના દિવસે વિનોદે ફરી તેની પત્ની પુનમને માર માર્યો હતો અને તેની સાથે ગાળાગાળ કરી હતી. બાદમાં પૂનમે રાહુલને વિનોદને મોતને ઘાત ઉતારી દેવા માટે જણાવ્યું હતું. જેથી રાહુલે તેના માસીના દીકરા સાગર કોળી સાથે મળીને વિનોદને ઘરે ટુપો આપી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને રાત્રિના બે વાગ્યાના અરસામાં તેની રિક્ષામાં લઈ જઈ પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube