સુરેન્દ્રનગરમાં સારવાર તો ઠીક મોતનો મલાજો પણ ન જળવાયો, કોરોના દર્દીનો મૃતદેહ છકડામાં લઇ જવાયો
હાલમાં કોરોનાના કપરા કાળમાં અવાર નવાર એવા કરૂણ દ્રશ્યો સામે આવે છે. જો કે માણસ પણ પોતાની માણસાઇ ભુલી રહ્યો છે. તંત્ર પણ કુદરતનાં આ કહેર સામે વામણું સાબિત થઇ રહ્યું છે. જેમાં ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ચુડાના ગોખરવાડા ગામનાં કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત થતા તેને છકડામાં લઇ જવાનો વારો આવ્યો હતો.
સુરેન્દ્રનગર : હાલમાં કોરોનાના કપરા કાળમાં અવાર નવાર એવા કરૂણ દ્રશ્યો સામે આવે છે. જો કે માણસ પણ પોતાની માણસાઇ ભુલી રહ્યો છે. તંત્ર પણ કુદરતનાં આ કહેર સામે વામણું સાબિત થઇ રહ્યું છે. જેમાં ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ચુડાના ગોખરવાડા ગામનાં કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત થતા તેને છકડામાં લઇ જવાનો વારો આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દીઓ ખુરશીમાં કે બાકડા પર ઓક્સિજન બાટલા ચઢાવતા જોવા મળે છે. જ્યારે બીજી તરફ હોમ આઇસોલેટ કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની સુવિધાઓ નહી મળતા કોરોના પોઝિટિવ દર્દીઓ મોતના મુખમાં ધકેલવાની દહેશતના પગલે કોરોના પોઝિટિવ દર્દીઓનાં સગા વ્હાલા મોડી રાત્રે કલેક્ટરના બંગલે ધસી જઇને હલ્લાબોલ મચાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા ખાતેથી મોતનો મલાજો નહી જળવાયાની ચોંકાવનારી તસ્વીર સામે આવી હતી. ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનં અભાવે મૃતદેહને છકડામાં લઇ જવાની ફરજ પડી હતી. જેમાં ચુડાના ગોખરવાડા ગામના કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત બાદ મૃતદેહને છકડામાં લઇ જવાનો વારો આવ્યો હતો. લીંબડી પંથકમાં સરકારી અને ખાનગી એમ્બ્યુલન્સ કોરોના મહામારી દરમિયાન વ્યસ્ત હોઇ દર્દીના પરિવારજનોને હાલાકીઓ પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube