TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા
જિલ્લામા આજે ફરી એક લૂંટની ઘટના નિર્માનાધિન થઈ છે. જેમાં બેંકની એક મહિલાને આંખમાં મરચા જેવો પદાર્થ નાખીને લૂંટારુઓ એક લાખથી વધુની રોકડ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા, પરંતુ પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસ હસ્તે ઝડપાઇ ગઈ.સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે સમી ગત તારીખ 26મી ઓગસ્ટે સમીસાંજે બંધન બેંકની મહિલા કર્મચારી કલેક્શનના રૂપિયા લઈને એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે તેને બાઇક પર આવેલ ત્રણ ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા એક લાખ અગિયાર હજાર અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા લૂંટારુઓને પગેરું શોધવા માટે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
તાપી : જિલ્લામા આજે ફરી એક લૂંટની ઘટના નિર્માનાધિન થઈ છે. જેમાં બેંકની એક મહિલાને આંખમાં મરચા જેવો પદાર્થ નાખીને લૂંટારુઓ એક લાખથી વધુની રોકડ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા, પરંતુ પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસ હસ્તે ઝડપાઇ ગઈ.સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે સમી ગત તારીખ 26મી ઓગસ્ટે સમીસાંજે બંધન બેંકની મહિલા કર્મચારી કલેક્શનના રૂપિયા લઈને એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે તેને બાઇક પર આવેલ ત્રણ ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા એક લાખ અગિયાર હજાર અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા લૂંટારુઓને પગેરું શોધવા માટે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ગરીબ ભોળા આદિવાસીઓના રૂપિયા ચાઉ કરી જનાર ઠગ વર્ષો બાદ ઝડપાયો
જિલ્લાના સોનગઢ તાલુકાના બધારપાડા ગામે બંધન બેકની કર્મચારી સાંજના અરસામાં રોકડા એક લાખથી વધુ કેસ લઈ પોતાના એક્ટિવા મોપેડ પર જઈ રહી હતી ત્યારે એક બાઇક પર આવેલા ત્રણ જેટલા લૂંટારુઓએ મહિલા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા તેમંજ એક ટેબ્લેટ અને મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર લૂંટની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વ્યાજખોરોએ લીધો વધારે એક જીવ: નિકોલના આ યુવકની સ્ટોરી વાંચી આંખો ભરાઇ જશે
ગ્રામ્ય વિસ્તારમાં લૂંટની ઘટના બનતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ સોનગઢ પોલીસે મોડી સાંજે મહિલા કર્મચારીની ફરિયાદને આધારે જુદી જુદી ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી, અને ગણતરીના કલાકોમાં રીઢા લૂંટારુઓને ઝડપી પડયા હતા. જિલ્લા લાગ લગાટ એક સપ્તાહમાં બે લૂંટની ઘટના બનતા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે, પોલીસે બન્ને લૂંટની ઘટના ના આરોપીઓને ઝડપી પડ્યા છે, પરંતુ ઘટનાને પગલે પંથકમાં લોક માનસ માં એક ખોફ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube