તાપી : જિલ્લાના સોનગઢ તાલુકાના ચાકળિયા ગામની શાળા માં ફરજ બજાવતા શિક્ષિકાએ તેમની જ શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ માર મારવા અને જાનથી મારી નાખવાની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હિંદૂઓ હવે પોતાનું પર્વ પણ નહી ઉજવી શકે? નાગરિકો બાદ હવે પોલીસ પર પણ પથ્થરમારો


જેમાં સોનગઢ તાલુકાના ચાકળિયા ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શીલા જાડને આચાર્ય સુધાકર ગામીતે લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત બે માસથી અવાર નવાર વહીવટી કારણસર હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે. આચાર્ય અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધાકર ગામીત વિરુદ્ધ શિક્ષિકાએ પોલીસ મથકે ફરિયાદ કરતા સોનગઢ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી આચાર્યને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


રાજ્યમાં શાંતિપુર્ણ રીતે LRD ની પરીક્ષા પુર્ણ, પેપર વિદ્યાર્થીઓની અપેક્ષાથી તદ્દન વિપરીત પુછાયું


સોનગઢ તાલુકાના ચાકળિયા ગામની શાળામાં ફરજ બજાવત આચાર્ય વિરુદ્ધ ફરિયાદ થતા સમગ્ર જિલ્લાના શિક્ષણ વિભાગમાં આચાર્ય સામે ભારે ફિટકાર સામે આવી રહ્યો છે. ત્યારે હાલ શિક્ષિકાએ પોલીસ ફરિયાદ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરી આચાર્ય સામે પગલાં લેવા માંગ કરી છે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube