પોરબંદર : માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં કુલ 7 હજાર જેટલી કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાલાળાની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાના કાટવાણા, ખંભાળા તેમજ હનુમાનગઢની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે. ત્યારે ચાલો હાલમાં શુ છે કેરીનો બજાર ભાવ અને શુ કહી રહ્યા છે કેરીના વેપારીઓ તેમજ ગ્રાહકો તે જાણવું પણ એટલું જ રસપ્રદ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિએ પ્રેમલગ્નના એક મહિનામાં પત્ની મારીને લાશ સીમમાં દાટી, પિતા દીકરીનું મોઢુ જોવા આવ્યા ત્યારે ભેદ ઉકેલાયો


કેસર કેરી માટે દેશ વિદેશમાં જાણીતા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં આ વર્ષે પણ કેરીનુ ઓછુ ઉત્પાદન થતા તાલાળાની કેસર કેરીની આવક દર વર્ષ કરતા ઓછી જોવા મળી રહી છે. આવક ઓછી હોવાથી આ વર્ષે શરુઆતથી જ કેરીની બજાર 10 કિલોના બોક્સની કિમંત 3 હજારથી હાલમાં 800થી હજાર ભાવ બોલાઈ રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી તાલાળાની કેસર કેરીની સરખામણીએ પોરબંદર માર્કેટ યાર્ડમાં પોરબંદર જિલ્લાની સ્થાનિક કાટવાણા, બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોની કેસર કરીની આવક અને માંગ લોકોમાં વધુ જોવા મળી રહી છે. 


IPL 2022: ચાલુ મેચમાં મેદાનમાં દોડી ગયો ચાહક, સુરક્ષાકર્મીએ જોન સીનાની જેમ ઉપાડી બહાર ફેંક્યો


પોરબંદરમાં વર્ષોથી કેરીનો વેપાર કરતા વેપારીએ કેરીના બજાર અંગે જણાવ્યુ હતુ કે, પોરબંદરમાં હાલમાં 2 થી 3 હજાર કેસર કેરીના બોક્સની આવક ગીર તાલાળાની છે તો 4 હજારથી વધુ કેસર કેરીના બોક્સની આવક પોરબંદરના સ્થાનિક કાટવાણા, ખંભાળા અને બિલેશ્વરમાંથી કેરીની આવક જોવા મળી રહી છે. પોરબંદરની સ્થાનિક એક નંબરની કેરીના બોક્સના ભાવ 800 થી 1200 જ્યાર બે નંબરના 600 થી 700 રુપિયા બોલાઈ રહ્યો છે તો તાલાળા એક નંબરની કેરીનો ભાવ 700 થી 1100 અને બે નંબરની કેરીનો ભાવ 500 થી 600 રુપિયા જોવા મળી રહ્યો છે.


કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો ગુજરાતી યુવક, ભક્તો સાથે ચારધામ યાત્રાએ ગયો હતો, ત્યાં જ અંતિક્રિયા કરવી પડી


ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આરોગવા માટે કેરીની આવકની લોકો રાહ જોતા હોય છે. આ ઋતુમાં કેરી સ્વાસ્થય માટે પણ ખુબજ લાભકારક હોવાથી લોકો કેરીને મનભરીને આરોગતા હોય છે. હાલમાં કેરીનું ઉત્પાદન દરવર્ષની સરખામણીએ ઓછુ થતા કેરીના ભાવ થોડા ઉંચા જોવા મળી રહ્યા છે આમ છતા કેરીની ખરીદી કરવા ગ્રાહકો આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં આ વર્ષે સ્થાનિક ગામોમાં ઉત્પાદીત થતી કેરીઓને ગ્રાહકો ખરીદતા જોવા મળી રહ્યા છે.


સુરત પોલીસે એવા મહાઠગને પકડ્યો, જે પોલીસ બનીને જ્યોતિષીઓને છેતરતો હતો


દર વર્ષે જ્યારથી કેસર કેરીનું આગમન બજારમાં થતાની સાથે જ અન્ય ફ્રૂટની સરખામણીએ બજારમાં જ્યાં નજર કરીએ ત્યાં કેરી જ કેરી દેખાતી હોય છે. લોકો મોટી સંખ્યામાં કેરીને આરોગે છે, ત્યારે પોરબંદરમાં આ વર્ષે સ્થાનિક કેરીઓની સારી એવી ગુણવંતા જોવા મળી રહી છે. જેના કારણે ભાવ વધુ હોવા છતા પણ લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube