મૌલિક ધામેચા/અમદાવાદ : જિલ્લા પોલીસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ અજય દેસાઇ એ પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું. જો કે તેની વિરુદ્ધ મજબુત પુરાવા એકત્ર કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ કામગીરી કરી રહી છે. કારણ કે અજય દેસાઇ પોતે પણ પોલીસ ઇન્સપેક્ટર છે અને કાયદાની છટકબારીઓ સહિતની બાબતો તે જાણે છે. પોલીસ વડા આશિષ ભાટીયા પણ કહી ચુક્યા છે કે, તેની વિરુદ્ધ ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી અને કેસ કરવામાં આવશે. ત્યારે મહત્તમ પુરાવા એકત્ર કરવા માટે ક્રાઇમબ્રાંચ દિવસરાત પરસેવો વહાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 28 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


સ્વીટી પટેલનો મૃતદેહ જે સ્થળ પર સળગાવવામાં આવ્યો હતો ત્યાંથી હાડકા મળી આવ્યા હતા પરંતુ ડીએનએ સંપુર્ણ મેચ થાય તે માટે FSL દ્વારા ક્રાઇમબ્રાંચને સ્વીટીના દાંત લઇ આવવા માટે જણાવ્યું હતું. જેના કારણે ક્રાઇમબ્રાંચ દ્વારા સ્વિટી પટેલનો મૃતદેહ જ્યાં સળગાવવામાં આવ્યો તે તે આખી જગ્યાની માટી અને રેતી ચાળવામાં આવી હતી. આ સેંકડો કીલો રેતીને ચાળીને સ્વીટીના દાંત શોધી કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહી આ ચાળવાની ક્રિયા દરમિયાન તેનું બળેલુ મંગળસુત્ર અને હાથનું બ્રેસલેટ પણ મળી આવ્યું હતું. ક્રાઇમબ્રાંચ દ્વારા દિવસરાત રેતી ચાળીને જે દાંત શોધી કાઢવામાં આવ્યો તે ખુબ જ ઉપયોગી થશે તેવું FSL અધિકારીઓ જણાવી રહ્યા છે. 


Ahmedabad: સિનિયર સિટીઝનને માર મારનાર પોલીસ કર્મીની ધરપકડ, સીસીટીવીમાં કેદ થઇ દાદાગીરી


અત્રે ઉલ્લેખનીય છે કે, અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત કલાકો સુધી ખોદકામ કર્યા બાદ ત્યાંથી મળેલી માટી અને રેતીના મોટા મોટા ઢગલા પોલીસ જાણે કોઇ સાઇટ પર કામ કરતી હોય તે પ્રકારે ચાળી હતી. તેમાંથી તેનાં દાંત ઉપરાંત આંગળીના હાડકા પણ મળી આવ્યા હતા. જે સાંયોગિક પુરાવાથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે અજય પટેલ જ હત્યારો છે. 


VADODARA ના વેપારીને મોટો ઓર્ડર ભારે પડ્યો, માર તો ખાધા સાથે લાખો રૂપિયા પણ ગુમાવ્યા


સ્વીટી પટેલની હત્યા કર્યા બાદ અજય દેસાઇએ તેનું હિદુ વિધિ અનુસાર તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જેના માટે જરૂરી દુધ અને ઘીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેને સુહાગન સ્વરૂપે (મંગળસુત્ર અને ચાંદલો,ચુક, સેથામાં સિંદુર) કરી હતી. જેથી ક્રાઇમબ્રાંચ દ્વારા માટી ચાળીને આ તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં સ્વીટીના હાથનું બ્રેસલેટ અને તેની પાંચ આંગળીઓના હાડકા પણ મળી આવ્યા હતા. જે ખુબ જ મહત્વનો પુરાવો ગણી શકાય. અત્રે નોઁધનીય છે કે, અજય દેસાઇની બીજી પત્ની પુજા પોતાની દીકરી અને અજય તથા સ્વિટીના બાળકને લઇને ઉત્તરગુજરાતના એક ગામમાં તેને ઉછેરી રહી છે. પોલીસને પહેલાથી જ અજય દેસાઈ પર શંકા હતી ત્યારે તેનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ પણ હવે આવી જતા અજય દેસાઈ સામે વધુ પુરાવા મજબૂત થઈ રહ્યા છે બીજી તરફ અજય ની બીજી પત્ની પૂજા પોતાની દીકરી અને અજયના બાળકને લઈને ઉત્તર ગુજરાતના એક ગામમાં રહે છે બંને બાળકો સાથે ઉછેરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube