JUNAGADH શહેરમાં કોરોના કાળ છતા ડાયરો, પૈસા અને નિયમો તમામના ધજાગરા ઉડ્યાં
કોરોના મહામારી સમયમાં જૂનાગઢ માણાવદર તાલુકામાં ભાલેચડા ગામે નામી કલાકરો સાથે ભાજપના નેતાની હાજરીમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થતા કોવીડ જાહેરનામા ભંગ બદલ 6 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. જૂનાગઢ ભાલેચડા ગામે ગત 30 માર્ચના રોજ બાલા હનુમાન મંદીર અને ગૌ શાળાના લાભર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી સહીતના નામી કલાકારોએ હાજરી આપી હતી. ડાયરાની મોજ માણવા પોરબંદર સાંસદ રમેશ ધડુક અને કેબીનેટ મંત્રીના પુત્ર સહીત ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. તાલુકા ભરમાંથી હજારોની સંખ્યા લોકો વગર માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, ત્યારે ડાયરાના વિડિઓ વાઇરલ થતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ રાજ્ય સરકાર અને ભાજપ નેતા સામે સવાલો ઉભા કર્યા હતા. એક તરફ કોરોના મહામારીમાં સામાન્ય પ્રજાને મસ મોટા દંડ વસુલવામાં આવે છે ત્યારે બીજી તરફ આવડા મોટા કાર્યક્રમ યોજાઈ છે. નીયમોની એસીતેસી કરીને ભાજપ નેતા ઉપસ્થીત રહે છે, ત્યારે કડક પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
જૂનાગઢ : કોરોના મહામારી સમયમાં જૂનાગઢ માણાવદર તાલુકામાં ભાલેચડા ગામે નામી કલાકરો સાથે ભાજપના નેતાની હાજરીમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થતા કોવીડ જાહેરનામા ભંગ બદલ 6 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. જૂનાગઢ ભાલેચડા ગામે ગત 30 માર્ચના રોજ બાલા હનુમાન મંદીર અને ગૌ શાળાના લાભર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી સહીતના નામી કલાકારોએ હાજરી આપી હતી. ડાયરાની મોજ માણવા પોરબંદર સાંસદ રમેશ ધડુક અને કેબીનેટ મંત્રીના પુત્ર સહીત ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. તાલુકા ભરમાંથી હજારોની સંખ્યા લોકો વગર માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, ત્યારે ડાયરાના વિડિઓ વાઇરલ થતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ રાજ્ય સરકાર અને ભાજપ નેતા સામે સવાલો ઉભા કર્યા હતા. એક તરફ કોરોના મહામારીમાં સામાન્ય પ્રજાને મસ મોટા દંડ વસુલવામાં આવે છે ત્યારે બીજી તરફ આવડા મોટા કાર્યક્રમ યોજાઈ છે. નીયમોની એસીતેસી કરીને ભાજપ નેતા ઉપસ્થીત રહે છે, ત્યારે કડક પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત
ભાલેચડા ગામે યોજાયેલ ભવ્ય ડાયરા ના સમાચાર ZEE 24 કલાક માં ચલતા પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. 6 લોકો સામે માણાવદર પોલીસમાં જાહેરનામા ભંગ બદલ મોડી રાત્રે ફરીયાદ નોંધવામાં આવી હતી. જેમાં બાલા હનુમાન મંદીરના પૂજારી સદારામ બાપુ સહીત આયોજકો સામે એફ.આઈ. આર. નોંધવામાં આવી હતી. આ બાબતે જીલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, માણાવદરના ભાલેચડા ગામે જે ડાયરાના આયોજન અંગે મંજૂરી માંગવામાં આવી હતી, ત્યારે તેને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યાર બાદ પણ આયોજન થયું તેમાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા અને વગર પરમીશન ડાયરાનું આયોજન થયું ત્યારે આયોજક સામે ફરીયાદ નોંધી તેની ધરપક્કડ પણ કરી લેવામાં આવી હતી. ત્યારે ડાયરાના આયોજનમાં જે વિડીઓ જોવા મળે છે, તેમાં સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના લોકો જોવા મળે છે ત્યારે હજુ વધુ લોકો ઉપર પણ કાર્યવાહી થશે. આજે ડાયરાનું જે આયોજન થયું તેમાં કોવીડ ગાઈડ લાઈન અને જાહેરનામા ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ હેઠળ ગુનોહ નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
ગરીબ બ્રાહ્મણને લૂંટેરી દુલ્હને વધારે ગરીબ બનાવ્યો અને પછી જે થયું...
જૂનાગઢ ભાલેચડા ગામે વગર મંજુરીએ ડાયરાના વિડિઓ વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું હતું. કલેકટરને આ બાબતની જાણ થતા પોલીસને ગુનો નોંધવાના આદેશ આપ્યા હતા. ત્યારે કલેકટર ડૉ.સૌરભ પારઘી એ જણાવ્યું હતું કે જાહેરમાં જે મોટા કાર્યક્રમો યોજાય છે તે સરકારની ગાઈડ લાઈન વિરુધ્ધ ના કરવા જોઈએ અને વગર પરમીશન જો કાર્યક્રમ યોજવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે હાલ કોરોના ની જંગ આપણી સૌની ફરજ છે અને લોકો એ પણ સહયોગ આપવો જોઈએ તેવી અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube