હેમલ ભટ્ટ/ગીરસોમનાથ: જિલ્લાના સુત્રાપાડાના પ્રસલી ખાતે માર્કેટિંગ યાર્ડને CM રૂપાણી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એક ખેડૂત દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતા પોલીસ દ્વારા ખેડૂતને વહેલી તકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ખેડૂતને વેરાવળ ખાતેની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દવા શરીરમાં જવાના કારણે ખેડૂતની તબિયત લથડી હતી. આમ તેને તાત્કાલિક તેને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોળસા ગામના આ ખેડૂત દ્વારા થોડા દિવસ પહેલા જ જમીનના મુદ્દાને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


વધુ વાંચો...સુરત: જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના, ફરિયાદ નહિં નોંધાતા જૈન સમાજમાં રોષ


ખેડૂતની જમીન ઉપર દબાણ થયું હતું જેને હટાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પ્રશ્નનો ઉકેલ ન આવે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. જેના પગલે આજે રવિવારે વિજય રૂપાણીના કાર્યક્રમમાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 40 લાખના ખર્ચે બનેલા સુત્રાપાડા શાક માર્કે અને બે કરોડના ખર્ચે બનેલા ચોપાટીનું સીએમ રૂપાણી લોકાર્પણ કર્યું હતું.