વડોદરાઃ   વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનમાં ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વારસિયા સંજય નગરમાં પ્રધાનમંત્રા આવાસ યોજનામાં 2 હજાર કરોડના કૌભાંડના મામલે કોંગ્રેસ કાર્યકરો મ્યુનિશિપલ કમિશનર અને ધારાસભ્યોને મળતા માટે કોર્પોરેશન દોળી આવ્યા હતા. પરંતુ કોર્પોરેશનના સુરક્ષાકર્મીઓ અને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને મળવા ન દેવાતા કોંગી કાર્યકરો બેઠક રૂમની બહાર ધરણા પર બેસી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરણા પર બેઠેલા કોંગ્રેસના કાર્યતર્તાઓએ રામધૂન બોલાવીને મેયર, ધારાસભ્યો અને કોર્પોરેશનના કમિશનર વિરુદ્ધ સુત્ર્ત્રોચાર કર્યો હતો.  પોલીસે કોંગ્રેસના કાર્યકરોને રોકતા પોલીસ અને તેઓની વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ કૌભાંડ મામલે ટેન્ડર પ્રક્રિયાની સમગ્ર માહિતી પ્રજાની વચ્ચે લાવવા માંગ કરી છે. તેમજ આ કૌભાંડ અંગે હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે.