સાબરમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો
છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં ચાલુ વર્ષે સૌથી નબળુ ઉનાળુ વાવેતર રહ્યુ જેને લઇને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદ જિલ્લમાં 40 હજાર હેક્ટરનું વાવેતર થતુ હોય છે. જેમાં ચાલુ વર્ષે 60 ટકા જેટલો ઘટાડો નાંધાયો છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ઉનાળુ વાવેતરના સરકારી આંકડાઓ
વર્ષ પાક વાવેતર હેક્ટરમાં
ડાંગર 8525
બાજરી 1141
મગ 260
તલ 181
ગુવાર 109
શાકભાજી 2575
ઘાસચારો 7628
કુલ 20419
વર્ષ 2016નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
હાર્દિક અને નરેશ પટેલનું મહત્વનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી
ડાંગર 10355
બાજરી 585
મગ 715
તલ 145
શાકભાજી 1545
ઘાસચારો 6332
કુલ 19677
વર્ષ 2017 નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
ડાંગર 27900
બાજરી 675
મગ 683
મગફળી 10
તલ 80
ગવાર 52
શાકભાજી 1531
ઘાસચારો 5961
કુલ 36882
વર્ષ 2018નુ ઉનાળુ વાવેતર પાક વાવેતર હેક્ટરમાં
PM મોદી માટે દુખદ સમાચાર, ભાઈ પ્રહલાદ મોદીના પત્નીનું નિધન, સાંજે થશે અંતિમ સંસ્કાર
ડાંગર 33885
બાજરી 717
ગવાર 52
મગ 615
મકાઇ 45
શાકભાજી 1204
ઘાસચારો 4400
કુલ 40918
વર્ષ 2019નુ ઉનાળુ વાવેતર
પાક વાવેતર હેક્ટરમાં
ડાંગર 9807
બાજરી 1257
મગ 383
તલ 10
શાકભાજી 900
ઘાસચારો 5714
ગવાર 94
કુલ 18165
ઉપરોક્ત આંકડા દર્શાવે છે, કે અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ સિચાઇના પાણીના અભાવે ઉનાળુ વાવેતર કરી શક્યા નથી. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીના કેહવા પ્રમાણે સિચાઇના પાણીનો અભાવ નથી પણ ખેડૂતોએ અન્ય પાક તરફ વળવુ જોઇએ. અમદાવાદ જિલ્લાના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ફતેવાડી કેનાલમાં સિચાઇનુ જે પાણી આપવામાં આવતુ હતુ એ છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યુ છે.
વડોદારા: પીવાના દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ
ઉનાળુ પાક પર ભારે અસર જોવા મળી રહી છે. વળી છેલ્લા બે ચોમાસા પણ નબળા રહેવાથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ખાલી હોવાથી સિચાઇ થઇ શકતી નથી આ સિવાય ખારીકટ કેનાલ થકી પણ ખેડૂતોને પાણી મળતુ ન હોવાથી તેઓ ઉનાળુ પાક લઇ શકતા નથી જેને લઇને ખેડૂતોએ પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અમિત શાહ અંગે વિવાદિત નિવેદન આપતા અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંઘીને સમન્સ
ડાંગર ઉત્પાદનમાં મોખરે રહેતા અમદાવાદ જિલ્લામાં ડાંગરનું વાવેતર હજારો હેક્ટરમાંથી સેકડો હેક્ટરમાં આવ્યુ છે. અને જો સિચાઇની વ્યવસ્થા યોગ્ય ન થઇ તો હજુ પણ વાવેતર ઘટવાની શક્યતાઓ નકારી શકાય નહી આ સંજોગોમાં તંત્ર ખેડૂતોને અન્ય પાકના વાવેતરની સલાહ આપે છે જેને ખેડૂતો કેટલી ગળે ઉતારે છે એ સવાલ છે?