અંબાજી ગ્રામ પંચાયત આક્રમક મૂડમાં, વેરા વસુલાત ના કરતા એકમોનું આવી બનશે, આવશે આ મુશ્કેલી!
ગુજરાતની સૌથી મોટી ગણાતી અંબાજી ગ્રામ પંચાયત કચેરીમાં દિનપ્રતિદિન વહીવટ કથળતો જોવા મળી રહ્યો છે. જેની અસરે પંચાયતના કર્મચારીઓના પગાર પણ નિયમિત રીતે ચુકવાતો નથી. જોકે આ બાબતે પંચાયતની વેરા વસુલાત જવાબદાર મનાઇ રહી છે.
પરખ અગ્રવાલ/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક લોકો નિયમિત વેરો ન ભરતા પંચાયતને હાલત કફોડી બની છે. એટલું જ નહિ ક્યાંક વિકાસના કામોમાં પણ અડચણો આવી રહ્યી છે. અંબાજી ગામની વસ્તી જ્યાં 20થી 22 હાજરની છે. તેવામાં લોકોના છ કરોડ ઉપરાંતની વેરા વસુલાત બાકી નીકળી રહી છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા પ્રજા પાસેથી મિલકત વેરા, પાણીવેરો અને સફાઈ વેરા સાથે વ્યવસાય વેરો ઉઘરાવાતો હોય છે. જે લોકો આ વેરાના નાણાં નિયમિત ભરપાઈ ન કરતા પંચાયતનો પ્રજા પાસેનું માગણું 6 કરોડને પાર કરી ગયું છે.
આ સરકારી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, 78000નો મળી રહ્યો છે ફાયદો, જાણો વિગત
આ વેરા વસુલાત કરવા માટે તાલુકા વિકાસ અધિકારએ પંચાયતના કર્મચારીઓ સાથે એક બેઠક યોજી મોટી બાકીદારોની આવશ્યક સેવા જેવી કે પાણી સફાઈ અને ગટર જેવી સુવિધા રોકી દેવા સાથે મિલકતો સીલ કરવા જેવા પગલાં લેવા જણાવાયુ છે. લોકોએ બાકી નીકળતા નાણાં આ માર્ચ મહિનો હિસાબી વર્ષનો છેલ્લો માસ હોવાથી વહેલી તકે નાણાં ભરી જવા તાકીદ કરાઈ છે.
Holashtak 2024: હોળાષ્ટકમાં ધનલાભ માટે અચૂક કરો આ 8 ઉપાય, સુખ-સૌભાગ્યની થશે પ્રાપ્તિ
જોકે અંબાજી ગ્રામપંચાયત દ્વારા વૈકલપીક સુવિધાના ભાગ રૂપે જે દુકાનો ફાળવવામાં આવી છે, તે લોકો પણ નિયમિત ભાડાની ભરપાઈ કરી રહ્યા નથી અને સ્થાનિક વેપારીઓ વ્યવસાય વેરો ભરવામાં પણ ઉણા ઉતરી રહ્યા છે. ત્યારે ગ્રામપંચાયતના વહીવટદારે ગ્રામપંચાયતના બાકી નીકળતા વેરા વસુલાત માટે નળ કનેકશન કાપવાની સાથે હોટલોને ધર્મશાળાઓને સીલ મારવા જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહિ પંચાયત શોપિંગના બાકીદારોને નિયમ ભંગ કરવા બદલ દુકાનો પરત મેળવવાની પંચાયત દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે.
ઘર કે ઓફિસમાં ઉંદરોએ જમાવ્યો છે અડ્ડો? આ ઉપાયથી બે મિનિટમાં જગ્યા છોડી ભાગશે ઉંદરો
હાલમાં જે રીતે અંબાજી ગ્રામપંચાયતના વેરા વસુલાતની મોટી રકમ છ કરોડ ઉપરાંતની બાકી નીકળી રહી છે. તેમાં ત્રીસ ટકા જેટલી માત્ર દંડકીયને વ્યાજની રકમ હોવાનું જાણવા મળ્યું છે. જો ગ્રામપંચાયત દ્વારા પોતાના બાકી નીકળતા કરોડો રૂપિયાના વેરા સામે પ્રેક્ટિકલ બનીને દંડકીય રકમ ને વ્યાજ માંથી મુક્તિ આપવામાં આવે તો મોટા ભાગના બાકીદારો વેરાની ભરપાઈ કરી શકે તેવું મનાઈ રહ્યું છે.