અમદાવાદ : શહેરના પ્રથમ નાગરિક તરીકે ઓળખાતા મેયર માટ લૉ ગાર્ડનમાં ખુબ જ રોયલ બંગ્લો બનેલો છે. લગભગ 3-4 વર્ષ પહેલા જ આ બંગ્લો રિનોવેટ કરવામાં આવી ચુક્યો છે. તદ્દન નવી સુવિધાઓ અને વૈભવી રહેણીકરણીથી સજ્જ આ બંગ્લો તૈયાર છે. જો કે છેલ્લા 1 વર્ષથી આ આ બંગ્લો ખાલી પડ્યો છે. નવા મેયર કિરીટ પટેલ પોતાના બાપુનગર ખાતે આવેલા ચાલીવાળા મકાનમાં જ રહે છે. જેના કારણે આ બંગ્લો ખાલી પડ્યો છે. જો કે અત્યાર સુધીમાં એક મેયરને છોડીને કોઇ પણ આ રોયલ બંગ્લાનો ઠાઠ માણવા માટે ન ગયા હોય તેવું બન્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલ અધિક્ષકે બનાવી સેક્સ જેલ, વિદેશી મહિલા કેદી સાથે બેરેકની અંદર જ હવસની ભૂખ સંતોષી


નાના મોટા ઉદ્યોગપતિની કોઠીને શરમાવે તેવો આ બંગ્લો અમદાવાદના પોશ કહી શકાય તેવા વિસ્તાર લો ગાર્ડન વિસ્તારમાં આવેલો છે. અત્રે નોંધનીય છે કે, કિરીટ પટેલ પહેલા માત્ર એક જ મેયર એવા છે જેમણે આ બંગ્લાની રજવાડી સગવડોનો ઇન્કાર કર્યો હોય. અગાઉ 2008 માં કાનાજી ઠાકોરે પણ આ બંગ્લોમાં રહેવાનો ઇન્કાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કાનાજી અને કિરીટભાઇ બંન્ને ચાલી વિસ્તારમાં રહે છે. કાનાજી પણ માધુપુરાના ચાલી વિસ્તારમાં રહેતા હતા. જ્યારે કિરીટ પરમાર પણ બાપુનગરના ચાલી વિસ્તારમાં રહે છે. 


કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મહિલા ગેંગરેપ કેસમાં 3 ને ફાંસીની સજા સંભળાવાઈ


આજે પણ મેયરને મળવા માટે મોટા મોટા ગજાના લોકો પણ ચાલીમાં જાય છે. હાલ સ્થિતિ એવી છે કે જે ચાલીએ ક્યારે લાલ લાઇટ વાળી ગાડીઓ ન જોઇ હોય તે ચાલીમાં આજે રોજે રોજ એકાદી વાર લાલ લાઇટવાળી ગાડી આવે છે. મેયરને જેને પણ મળવું હોય તેઓ કાં તો તેમની ઓફીસે અથવા તો તેમના ચાલીમાં રહેલા મકાને મળવા માટે જાય છે. અત્રે નોંધનીય છે કે, ખુબ જ વિવાદિત અસિત વોરા જ્યારે મેયર હતા ત્યારે વેકેશનના સમયમાં મેયર બંગ્લોમાં રહેવા માટે જતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube